BANASKANTHAGUJARATPALANPUR
આદર્શ વિદ્યાલય,વિસનગર મા રક્ષાબંધન ઉજવણી થઈ

11 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આદર્શ વિદ્યાલયવિસનગર ઉચ્ચ પ્રાથમિક વિભાગ, વિસનગરમાં રક્ષાબંધન પર્વ હર્ષોલ્લાસપૂર્વક ઉજવાયો. આ પ્રસંગે બ્રહ્માકુમારી સંસ્થાનાની બહેનો દ્વારા રક્ષાબંધન પર્વના ધાર્મિક, સાંસ્કૃતિક તથા સામાજિક મહત્ત્વ અંગે પ્રેરણાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું.કાર્યક્રમમાં અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા મંડળના હોદેદારો ઉપસ્થિત રહ્યા. શાળાના આચાર્યશ્રી પઠાણ સાહેબ એ મહેમાનોનું સ્વાગત કરી તેમનો સાબદીક પરિચય આપ્યો. વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ ભાઈ-બહેનના પવિત્ર બંધનનું પ્રતિનિધિત્વ કરતી પ્રવૃત્તિઓ રજૂ કરી.
આ આખો કાર્યક્રમ ધોરણ 1 થી 8 ના તમામ સ્ટાફ મિત્રો ના સુંદર આયોજન અને સહયોગ થી થયો અંતે આભારવિધિ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો.





