
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા સબજેલમાં રક્ષાબંધનની હ્રદયસ્પર્શી ઉજવણી કરાઈ,જેલની દીવાલો વચ્ચે ભાઈ બહેન નો અતૂટ પ્રેમ બહેનો થઇ ભાવુક
જેલની દીવાલો વચ્ચે બંધાયેલા પ્રેમના ધાગા – મોડાસા સબજેલમાં રક્ષાબંધનની હ્રદયસ્પર્શી ઉજવણી કરાઈ હતી.રક્ષાબંધનનો પાવન તહેવાર ભાઈ-બહેનના શુભ સ્નેહના સંબંધોનું પ્રતિબિંબ છે. આવા તહેવારને મોડાસાની સબજેલમાં એક હ્રદયસ્પર્શી રૂપ મળ્યું. જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવેલ વિશેષ આયોજન હેઠળ 11 પાકા કેદી અને 98 કાચા કેદી કુલ 109 સજા ભોગવી રહેલા કેદીઓને સગી બહેનો દ્વારા રાખડી બંધાવતાં આંખો ભીની સાથે ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા.મોડાસા સબજેલમાં સજા ભોગવી રહેલા કેદીઓએ પોતાની સગી બહેનોએ ભાઈઓના હાથમાં રાખડી બાંધી, મીઠાઈ ખવડાવતા કેદીઓની આંખોમાં પાશ્ચાતાપ અને લાગણીની ભીનાશ જોઈને સમગ્ર વાતાવરણ ભાવિભીનું બની ગયું હતું. બહેનાના આંખોમાંથી વહેતા આંસુઓના વચ્ચે તેના શબ્દો ઘૂંજ્યા,“ભાઈ… સજા ભોગવી રહ્યો છો, પણ સંબંધ હજુ જીવંત છે. અમે રાહ જોઈશું…”આ પ્રસંગે કેદીઓએ પણ ભાવુક થઈને કહ્યું કે –“આજના પળોએ અમારામાં જીવંત માનવતાને ફરી જગાવી છે…સજા છે, પણ હવે સુધરવાનો સંકલ્પ છે…”જેલ પ્રશાસન દ્વારા જેલના અંદર આકર્ષક અને સલામત રીતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, આવા પવિત્ર તહેવારોમાંથી કેદીઓમાં પણ પુનઃસંસ્કારનો બીજ વવાય તે માટે બહેનને વૃક્ષ અર્પણ કર્યા હતા.અને સમાજ સાથે સંબંધો ટકી રહે છે.એક પળ માટે જેલના દરવાજાઓ ગાયબ થઈ ગયા અને બાકી રહી ગયાં તો માત્ર ભાઈ-બહેનના શૂદ્ધ પ્રેમના તંતુઓ. જ્યારે બહેનોએ રાખડી બાંધી ત્યારે ઘણા ભાઈઓની આંખો લાલ થઈ ગઈ હતી..ત્યારે મોડાસા સબજેલમાં રક્ષાબંધન નિમિત્તે સજા ભોગવી રહેલા ભાઈઓએ બહેનોના હાથથી રાખડી બંધાવતાં કેદીઓની અને બહેનોની આંખો ભીની થતા લાગણીસભર સાથે ઉજવણી થઈ હતી.




