TANKARA:ટંકારા ના કાગદડી ગામનો તલાટી કમ મંત્રી રૂપિયા ૧૫૦૦/ ની લાંચ લેતા પકડાયો!
TANKARA:ટંકારા ના કાગદડી ગામનો તલાટી કમ મંત્રી રૂપિયા ૧૫૦૦/ ની લાંચ લેતા પકડાયો!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
અત્ર તત્ર અને સર્વત્ર ભ્રષ્ટાચારની બોલબાલા છે હવે તો ભ્રષ્ટાચાર યુવાન થઈ ગયો છે જીન્સ પેન્ટમાં સજ છે અને વધુ પ્રમાણમાં ખાવાથી બોડી પણ અલમત્ત બની છે એટલે ભ્રષ્ટાચાર સરકારને પણ ગાંઠતો નથી સરકાર ભ્રષ્ટાચાર રોકવા ગમે એટલા પ્રયત્નો કરે પણ ભ્રષ્ટાચાર અટકતો નથી અને સરકારે ભ્રષ્ટાચારયોની મિલકત જપ્ત કરવાની એ કાયદો લાવવાની વાત કરી રહ્યા છે પણ તેનાથી પણ જાજો ફેર પડી શકે તેમ નથી કેમકે લાંચમાં બે ત્રણ ટકા જ પકડાય છે બાકીના આબાદ છટકી જાય છે ત્યારે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના કાગદડી ગામનો તલાટી મંત્રી રાજકોટ શહેરમાં ભક્તિનગર સર્કલ પાસે રૂપિયા 1500 ની લાંચ લેતા એસીબીએ ગોઠવેલા છટકામાં આવા ઝડપાઈ ગયો છે પ્રાપ્ત થયેલી વિગત મુજબ કાગદડી ગામે આ કેસના ફરિયાદીનો પ્લોટ આવેલ હોય તેની ગ્રામ પંચાયતના રેકોર્ડના ગામ નમુના નંબર બે માં જુની નોંધ કરાવવા ફરિયાદી કાગદડીના તલાટી કમ મંત્રી દિપક પંજવાણી પાસે ગયેલા ત્યારે આ તલાટીએ ₹1500 ની લાંચ ની માંગણી કરેલી પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય તેમણે એસીબીમાં ફરિયાદ કરી અને એસીબી એ ફરિયાદ નોંધીને એસીબીના ડીવાયએસપી કે એક ગોહિલ નામ માર્ગદર્શન હેઠળ એસીબીના પી.આઈ રાજકોટમાં ભક્તિનગર સર્કલ પાસે છટકો ગોઠવ્યું હતું. જ્યાં ફરિયાદી પાસેથી રૂપિયા 1500 ની લાંચ લેતા તલાટી કમ મંત્રી દિપક પંજવાણી ને એસીબી ટીમે રાજ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા અને હવે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અહીં એ વાત જણાવી દઈએ કે તલાટી કમ મંત્રીઓને પોતાની જોબ કાર્ડ માં ન હોવા છતાં અમુક તલાટી બીન ખેતીનાં પ્રકરણો, સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી, ૫૪ ક જેવી કામગીરી કરીને અંગત કમાણી કરી રહ્યા છે.શુ મોરબી જિલ્લાના કલેકટર નેં અને જિલ્લા વિકાસ અધિકારીને આ નથી ખબર? કે પછી તેમની મીઠી નજર હેઠળ જ અમુક તલાટીઓ જોબ કાર્ડમાં ન હોવા છતાં હેડ ક્વાર્ટર છોડીને મોરબી શહેરમાં દસ્તાવેજ નોંધણી જેવી રેવન્યુ કામગીરી ની ઓફીસ ખોલીને રેવન્યુ કામગીરી કરી રહ્યા છે જે તેમના જોબ ચાર્ટ માં નથી. ભ્રષ્ટાચાર વિરુદ્ધના અભિયાન માં જોડાયેલા આ કેસના ફરિયાદી અને સફેદ ટ્રેપ કરનાર એસીબી ટીમ નેં પરીવર્તન સંકલ્પ સમર્થન સમિતિ મોરબી એ અભિનંદન પાઠવ્યા છે.