GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: કોટડા સાંગાણી ખાતે યોજાયેલ તિરંગા યાત્રામા બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા

તા.૧૩/૮/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: સ્વાતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે. રાજકોટ જિલ્લામાં પણ તિરંગા યાત્રાને જન પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે તાલુકા વહીવટી તંત્ર, કોટડા સાંગાણી દ્રારા કોટડા સાંગાણી ખાતે દત્ત મંદિરથી ફૂલનાથ મહાદેવ મંદિર સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી.

આ યાત્રામાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ સહિત અંદાજે એક હજારથી વધારે લોકો જોડાયા હતા. તિરંગા યાત્રા પૂર્ણ થયા બાદ તમામ યાત્રિકો માટે ફૂલનાથ મહાદેવ મંદિર ખાતે પ્રસાદનું આયોજન કરાયું હતું.

રાજકોટ ખાતે તારીખ ૧૦ ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મહાનુભાવો, અધિકારીઓ તથા શહેરીજનો સ્વયંભૂ તિરંગા યાત્રામાં જોડાયા હતા. આ ઉપરાંત જસદણ ખાતે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ હતી જેમાં શહેર તથા ગ્રામીણ વિસ્તારો માંથી લોકો જોડાયા હતા ત્યારે કોટડા સાંગાણી ખાતે દત્ત મંદિરથી ફૂલનાથ મહાદેવ મંદિર સુધી યોજાયેલ તિરંગા યાત્રામા પણ વિધાર્થીઓ સાથે ગામ લોકો પણ હાથમાં તિરંગો લઈને યાત્રામાં જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!