હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યા મંદિર ખાતે રક્ષાબંધનની ઉજવણી કરાઇ

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૭.૮.૨૦૨૪
હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યા મંદિર ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બધા વિદ્યાર્થીઓએ રંગબેરંગી, આકર્ષક અને મનમોહક રાખડીયો બનાવીને એક બીજાને રાખડી બાંધીને વિદ્યાર્થીઓએ પોતાની બહેનો માટે ગીફ્ટ લઈને આવ્યા હતા.અને બહેનો ને ગિફ્ટ આપ્યું હતું.આ રીતે ઉજવણી કરીને તમામ વિદ્યાર્થીઓને ભારતીય પરંપરાના આ પ્રેમ અને લાગણી ભર્યાં તહેવારનું મહત્વ પણ સમજાવવામાં આવ્યુ છે અને સૌ વિધાથીઁઓને અંતમા બુંદીનાં લાડુ અને ગાંઠીયાનો પ્રસાદ લીધો હતો.જ્યારે આ પ્રસંગે સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ના સંત શ્રી કેશવ સ્વરૂપ દાસ મહારાજ તેમજ સંત શ્રી સંત પ્રસાદ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ હાજર રહ્યા હતા અને રક્ષાબંધન પર્વની ઉજવણી હર્ષ ઉલ્લાસપૂર્વક કરાઈ હતી.















