ARAVALLIBHILODAGUJARATMODASA

અરવલ્લી ગિરીમાળા બચાવો અભિયાન અંતર્ગત ભિલોડામાં રેલી, મામલતદારને આવેદન

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

અરવલ્લી ગિરીમાળા બચાવો અભિયાન અંતર્ગત ભિલોડામાં રેલી, મામલતદારને આવેદન

ગુજરાત રાજ્યની પ્રાચીન ધરોહર સમાન અરવલ્લીની ગિરીમાળાઓના સંરક્ષણ માટે ‘અરવલ્લી ગિરીમાળા બચાવો અભિયાન’ અંતર્ગત ભિલોડા તાલુકા મથકમાં રેલી યોજાઈ હતી. રેલી બાદ ભિલોડા મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું

અરવલ્લીની વિશાળ અને અડીખમ પર્વતમાળા પર હાલ સંકટ ઊભું થયું હોવાના આક્ષેપ સાથે વિવિધ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. પર્યાવરણ પ્રેમીઓનું માનવું છે કે જો અરવલ્લીની પર્વતમાળાનો નાશ થશે તો પ્રકૃતિને ભારે નુકસાન થશે અને તેનું સીધું પ્રભાવ આવતી પેઢીઓના જીવન પર પડશે. આથી પ્રાચીન અરવલ્લી ગિરીમાળાને બચાવવા લોકો આક્રમક મુડમાં જોવા મળી રહ્યા છે.ભિલોડા તાલુકા મથકમાં હાથમતી નદીના બ્રિજ પાસે આવેલ નીરસાગર પ્લાઝા ખાતે સર્વ સમાજના રાજકીય તથા સામાજિક આગેવાનો એકત્રિત થયા હતા. ત્યાંથી રેલી નીકળી, જેમાં ભાગ લેનારોએ જોરશોરથી નારા લગાવી અરવલ્લી ગિરીમાળાના સંરક્ષણની માંગ ઉઠાવી હતી. બાદમાં રેલી ભિલોડા મામલતદાર કચેરી પહોંચીને મામલતદાર બી.જી. ડાભીને આવેદનપત્ર અર્પણ કર્યું હતું.આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદિવાસી ડિપાર્ટમેન્ટ સેલના ચેરમેન રાજેન્દ્રભાઈ પારઘી, અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અરૂણભાઈ પટેલ, ભિલોડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ કાંતિલાલ ખરાડી, સતિષભાઈ તબિયાર, રાહુલકુમાર ગામેતી, સામાજિક આગેવાન બાબુભાઈ ખાણમા, મુકેશભાઈ પટેલ, દિલીપભાઈ અસારી, જયેશભાઈ ઠાકોર, ગુલાબભાઈ પરમાર સહિત કોંગ્રેસના હોદ્દેદારો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, કાર્યકરો અને વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.આંદોલનકારોએ ચેતવણી ઉચ્ચારી હતી કે જો કેન્દ્ર સરકાર ફરી વિચારણા કરીને સુપ્રીમ કોર્ટમાં રજૂ થનારા નિર્ણયમાં ફેરફાર નહીં કરે તો આવનારા સમયમાં જલદ આંદોલનનું રણશિંગુ ફૂંકાશે અને વ્યાપક વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!