વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લામાં મોટા ભાગે આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે.ત્યારે 13મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકારી દિવસ નિમિત્તે આહવા ખાતે રેલીનું આયોજન કરવામાં આવેલ છે.ડાંગ જિલ્લામાં મોટા ભાગે આદીવાસી સમાજના લોકો વસવાટ કરે છે.તેમજ અનુસૂચિ 5 હેઠળનો વિસ્તાર ધરાવે છે.ત્યારે 13મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે આદિવાસી સમાજનાં આગેવાનોએ કેટલાક પ્રશ્નોને લઈને રેલીનું આયોજન કરેલ છે.13 મી સપ્ટેમ્બરના રોજ આહવા બિરસા મુંડા ( ફુવારા ) સર્કલથી કલેકટર કચેરી સુધી આદિવાસી સમાજના આગેવાનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવેલ છે.તેમજ બિન આદિવાસીઓ દ્વારા ખોટા આદિવાસી પ્રમાણપત્રો મેળવી નોકરીઓ અને અધિકારો પર તરાપ,આદિવાસીઓના જંગલની જમીનના પેન્ડિંગ દાવાઓ,આદિવાસીઓનું વિકાસના નામે વિસ્થાપન,પાંચમી અનુસૂચિ અને પેસા એક્ટનો ચૂસ્ત અમલ,આદિવાસી વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય તથા રસ્તા અને વાહન વ્યવહારની અપૂરતી વ્યવસ્થા,રોસ્ટર પોઈન્ટનો ચુસ્તપણે અમલ,આદિવાસીઓની ગ્રાન્ટની બિનઆદિવાસીઓ દ્વારા ચોરી,જાતિ પ્રમાણપત્રો અંગે રાજ્ય સરકારે ઘડેલા કાયદા અને નિયમોનું ચૂસ્તપણે પાલન કરવું,આદિવાસીઓમાં સ્વરોજગારી,આવક મર્યાદા ૨.૫૦ લાખથી ૬ લાખ કરવી વગેરે મુદ્દાઓ તથા આ ઉપરાંત બંધારણમાં આપેલ ઘણા બધા હક્કોનું હનન થઈ રહ્યું છે. જેનો આદિવાસી સમાજ ઉકેલ ઈચ્છે છે.ત્યારે આ તમામ મુદ્દાઓ અને પ્રશ્નને લઈને આદિવાસી સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવેલ છે..