GUJARATHALOLPANCHMAHAL

પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મયંકકુમાર દેસાઈની વરણી કરવામાં આવી

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૯.૪.૨૦૨૫

ગુજરાતમાં ભાજપ દ્વારા રાજ્યમાં વિવિધ શહેરોના પ્રમુખની જાહેરાત આજે મંગળવારના રોજ કરવામાં આવી છે. ગુજરાત ભાજપ દ્વારા બાકી રહેલા શહેર-જિલ્લા પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર,પોરબંદર અને પંચમહાલ ભાજપના જિલ્લા પ્રમુખોની વરણી કરવામાં આવી છે.ત્યારે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મયંકકુમાર દેસાઇની વરણી કરવામાં આવી છે.ગોધરા ભાજપ કમલમ ખાતે મળેલી સંકલનની બેઠકમાં પ્રમુખ તરીકે મયંકકુમાર દેસાઇની જાહેરાત કરાઇ હતી.સંકલનની બેઠકમાં કરસન ગોંડલીયાએ ચૂંટણી અધિકારી તરીકે ઉપસ્થિત રહી ભાજપ જિલ્લા પ્રમુખના નામની જાહેરાત કરી હતી. ગોધરા ખાતે મળેલી ભાજપ સંકલનની બેઠકમાં પંચમહાલના સાંસદ તથા પંચમહાલના પ્રભારી ભરત ડાંગર સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.મૂળ જાંબુઘોડાના રહેવાસી અને હાલના પંચમહાલ જિલ્લા ભાજપ મહામંત્રી મયંકકુમાર દેસાઈની પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા જાંબુઘોડા તાલુકા ભાજપના કાર્યકરો અને હોદેદારો માં ખુશીનો માહોલ છવાયો હતો.જેને લઈને જાંબુઘોડા ભાજપા કાર્યાયલ ખાતે તેઓને શુભકામનાઓ પાઠવવા ભાજપા કાર્યકરો અને હોદેદારો સહિત જાંબુઘોડા ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને મયંકકુમાર દેસાઈને જિલ્લા ભાજપ પ્રમુખ બનવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!