AHAVADANGGUJARAT

Dang:ડાંગ જિલ્લામાં ઠેર ઠેર શોભાયાત્રા સાથે રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
રામનવમી પર્વ નિમિત્તે ડાંગ જિલ્લામાં ઠેર ઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.તેમજ મંદિરોમાં મહાઆરતી સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ અને ઉત્સાહભેર રામનવમીનાં પર્વની ઉજવણી કરવામાં આવી હતી.ભગવાન વિષ્ણુનાં સાતમા અવતાર એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રજીના જન્મોત્સવ નિમિત્તે ડાંગ જિલ્લાનાં મંદિરોમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી.મંદિરોમાં આકર્ષક સુશોભન અને શણગાર કરવામાં આવ્યો હતો. ડાંગ જિલ્લાના આહવા,વઘઈ અને સુબીર સહિતના ગામોમાં બપોરે 12નાં ટકોરે ભજન કીર્તન અને રામધુનની રમઝટ બોલાવવામાં આવી હતી.આ અવસરે ડાંગ જિલ્લાના મંદિરોમાં મહાઆરતીનાં ઝગમગાટથી ચારે તરફ પ્રકાશ રેલાયો હતો.અને “જય શ્રી રામ” ના જયઘોષ  સાથે  મંદિરોના પરિસર ગુંજી ઉઠ્યા હતા.તેમજ જિલ્લાભરમાં હિન્દૂ ભાવિક ભક્તો દ્વારા ઠેર ઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

ડાંગ જિલ્લાનાં શબરીધામ સુબિર ખાતે ભગવાન શ્રીરામે પાવન પગલા પાડ્યા હતા.આ પવિત્ર ધરા પર પણ શ્રી શબરી સેવા સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી રામનવમીની રંગેચંગે ઉજવણી કરી હતી. ડાંગ જિલ્લામાં રામનવમીનાં પાવન પર્વ નિમિત્તે કોઈ અનિશ્ચિનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.ડાંગ જિલ્લામાં રામનવમી પર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!