ગાયના સીંગડાનું સફળ ઓપરેશન કરી 2 જીવ બચાવતી જિલ્લા એનિમલ હેલ્પલાઇન સેવા
ગાયનાં સીંગડાનો સડો એક સાથે બે જીવનેં ભરખી જાત પણ એનિમલ હેલ્પલાઇન ની ટીમના કાળજી સાથેના ઇમરજન્સી ઓપરેશનનાં નિર્ણયે બે જીવ બચાવ્યા
તા.28/06/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ગાયનાં સીંગડાનો સડો એક સાથે બે જીવનેં ભરખી જાત પણ એનિમલ હેલ્પલાઇન ની ટીમના કાળજી સાથેના ઇમરજન્સી ઓપરેશનનાં નિર્ણયે બે જીવ બચાવ્યા
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામે એક રેઢીયાળ ગાયનું જિલ્લા એનિમલ હેલ્પલાઇનની ટિમ દ્રારા સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે ગાયને અતિશય પીડા અને દુઃખ હતું તેમજ તેનાં પેટમાં સાત મહિનાનો જીવ એનું બાળક પણ ગાય સાથે મરી જાય એમ હતું તે જોતા સામાજિક આગેવાન સિન્ધુભાઈ દિલસે દ્રારા એનિમલ હેલ્પલાઇન ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ સ્થિત હરીબાપુ આશ્રમ વાળી જગ્યાએ રેઢિયાર ગાયો આશરો લેતી હોય છે ત્યાં એક સીંગડા વાળી ગાય જેનું બીજું સિંગડુ ખૂબ વજનદાર હતું અને તેમાં સડો ફેલાઈ રહ્યો હતો સડાનાં લીધે ગાયને અતિશય પીડા હતી અને સીંગડા તરફનાં ભાગે ગાય નમેલી રહીને દિવસો કાઢતી હતી ગાયનાં ઉદરમાં આઠ મહિનાનો નવો જીવ હતો જે આવતા ત્રણ મહિનામાં જન્મ લેશે ત્યારે બંનેને બચાવવું જરૂરી બન્યું હતું જેથી વાતને ગંભીરતાથી લઇ સામાજિક આગેવાન સિન્ધુભાઈ દિલસે દ્રારા રાજ્ય સરકારના પશુ પાલન વિભાગથી સંચાલિત એનિમલ હેલ્પલાઇન ટીમનો સંપર્ક કર્યો હતો અને તત્કાલ જ એનિમલ હેલ્પલાઇનનાં ર્ડો. ની ટીમ ગાયને રૂટિન ચેક અપમા લઇ અંતે બંનેનાં જીવ બચાવવા માટે ફાસ્ટ ઓપરેશન કરવું જ પડશે તેમ નિષ્કર્ષ કાઢી ઇમરજન્સી ઓપરેશન કર્યું હતું જેમાં ર્ડો. મેહુલભાઈ સોલંકી અને પાયલોટ રામસીંગભાઈ રબારીની પાંચ કલાકની સતત કાળજી અને જહેમત બાદ સડા વાળું સિંગડુ ઓપરેશનથી દૂર કરવામાં આવ્યું છે એક તકે ગાય અને એનું બાળક બચવાની શક્યતાઓ નહિવત હતી તેવા જોખમ વચ્ચે બંને બચાવવા એનિમલ હેલ્પલાઇનની ટીમે ખડેપગે રહી સફળ કામગીરી સાથે બંનેનાં જીવ બચાવતા ગામવાસીઓમા આનંદની લાગણી જોવા મળી હતી હાલ ગાયને જરૂરી ઈન્જેકશન અને દવાઓ સાથે રોજિંદા ચેક અપમા રાખવામાં આવશે તેમ ર્ડો. મેહુલ સોલંકીએ જણાવ્યું હતું.