GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ બોરું ટર્નિંગ પાસેની ઓમ રેસીડેન્સી સોસાયટીમાં રામદેવ પીર નો પ્રથમ સામુહીક પાટોત્સવ યોજાયો

 

તારીખ ૧૭/૦૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર સ્થિત બોરું ટર્નિંગ પાસે ની ઓમ રેસીડેન્સી સોસાયટી ખાતે પ .પૂ .ધ .ધુ. શ્રી મનુરામ ગુરુજી ના કરકમલો હસ્તે અલખ ધણી બાર બીજના ધણી રામદેવ પીર નો પ્રથમ સામુહીક પાટોત્સવ પ્રસંગે પૂજ્ય ગુરુદેવ નું સ્વાગત સાથે વધમણું કર્યું હતું અને ગુરુ ના આશીર્વાદ લીધા હતા આ સમયે વડોદરા નું ગાયક કલાવૃદ પણ ખાસ ઊપસ્થિત રહ્યા હતા સુજ્ઞ શ્રી ધર્મેશ પરમાર, ભાવેશ પરમાર અને અનિલ પંડયા સાહિત્યકાર દ્વારા ભજન ની રમઝટ જમાવી હતી દિન પ્રતિદિન ભક્તિ માધુર્ય ઠેર ઠેર જોવા મળે છે ત્યારે સૌ સોસાયટી ના મિત્ર વર્તુળ નો સંદેશ છે કે વ્યસનો થી દુર રહી, ભકિત જ્ઞાન અને નીતિ નિયમો નું આચરણ કરવુ, માતા પિતા ની સેવા કરવી બને તો કોઈ ને મદદ કરવી આવી નિખાલસ ભાવે ખુબ સરસ મજાનુ આયોજન કરી ભગવાન ના ભજન માં કાલોલ, સાવલી, ગોધરા, ઘોઘમબા અને વડોદરા અને પંચમહાલ ના ભાવિ ભક્તો આ જ્યોત ના દર્શન નો લહાવો લેવા દોડી આવ્યા હતાં.

Back to top button
error: Content is protected !!