કાંકરેજ તાલુકાના થરા ખાતે શ્રી વહાણવટી સિકોતર માતાજી તથા શ્રી ગોગા મહારાજની રમેલ યોજાઈ..
કાંકરેજ તાલુકાના થરા ખાતે શ્રી વહાણવટી સિકોતર માતાજી તથા શ્રી ગોગા મહારાજની રમેલ યોજાઈ..
કાંકરેજ તાલુકાના થરા ખાતે શ્રી વહાણવટી સિકોતર માતાજી તથા શ્રી ગોગા મહારાજની રમેલ યોજાઈ..
ચૈત્ર મહિનો એટલે શ્રધ્ધા ભક્તિ ભાવ અને આરાધનાનો ત્રિવેણી સંગમયુક્ત મહિનો ચૈત્ર મહિનામાં ભક્તિ ભાવ અને દૈવી કર્મ વિશેષ જોવા મળતા હોય છે. આદ્યશક્તિ શ્રી જગદંબામાની ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે.ત્યારે કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરાના ચૌધરી પ્રકાશભાઈ માલાભાઈના ફાર્મ હાઉસ ખાતે કુળદેવીશ્રી વેરાઈ માતાજીની અમીદ્રષ્ટિથી શ્રી વહાણવટી સિકોતર માતાજી તથા શ્રી ગોગા મહારાજ ની ભવ્ય રમેલનું આયોજન ચૈત્ર સુદ-૭ ને શુક્રવાર તા.૦૪/૦૪/૨૦૨૫ ના રોજ રાત્રે શ્રી સોનગઢા ગોગા મહારાજ ધામ ઉણના ભુવાજી રમેશભાઈ જોષીની પાવન નિશ્રામાં થરા માર્કેટ યાર્ડના પૂર્વચેરમેન અણદાભાઈ પટેલ,થરા સ્ટેટ માજી રાજવી એવમ થરા નગર પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા,ડૉ. રાજેશ કે.બ્રહ્મભટ્ટ,શ્રી બાબારી ટીમના અણદાભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં મહેમાનોએ ભોજન પ્રસાદ લીધા બાદ ભુવાજી શનિભાઈ ઠાકોરના મુખે રાવળ દેવના ડાકના તાલે રાત્રે રમેલ (જાતર)નું ભવ્ય આયોજન કરવામાં આવેલ.ભુવાજી ભારૂભાઈ કે.ચૌધરી કુંવારવાવાળા સહીત અનેક ભુવાજીઓએ રાત્રે રમેલની રમઝટ બોલાવેલ સવારે શુભ ચોઘડિયે સૂર્યદેવની સાક્ષી એ દેવી દેવતાઓને તેલ ફૂલ ચડાવેલ. દેવી દેવતાઓની આરતી ઉતારી સૌ છુટા પાડ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો 99795 21530