મહિલા ઉમેદવાર મેદાને : દિયોદર બનાસ ડેરીના ડિરેકટર પદ માટે રમીલાબેન ચૌધરીએ ઉમેદવારી પત્ર ભર્યું
મહિલા ઉમેદવાર મેદાને : દિયોદર બનાસ ડેરીના ડિરેકટર પદ માટે રમીલાબેન ચૌધરીએ ઉમેદવારી પત્ર ભર્યું
પ્રતિનિધિ : દિયોદર કલ્પેશ બારોટ
વર્તમાન ડિરેકટર ઇશ્વરભાઇ પટેલે પણ પોતાની ઉમેદવારી નોંધાવી
બનાસ ડેરીના નિયામક મંડળ ની ચૂંટણી માટે થઈને અંતિમ દિવસે દિયોદર વિભાગ માંથી બે ઉમેદવારી પત્ર ભરાયાં હતા જેમાં દિયોદર બનાસ ડેરીના નિયામક મંડળ ની ચૂંટણી માં ડિરેકટર પદ માટે રવેલ ગામના રમીલાબેન કનુભાઈ ચૌધરી તથા વર્તમાન ડિરેકટર ઇશ્વરભાઇ પટેલે પોતાના સમર્થકો સાથે દિયોદર મામલતદાર નિનામા સમક્ષ પોતાની ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું જેમાં દિયોદર વિભાગ માંથી પ્રથમ વખત મહિલા ઉમેદવાર રમીલાબેન કનુભાઈ ચૌધરી પોતાની ઉમેદવારી નોંધાવી હતી જેમાં રમીલાબેન ચૌધરી દિયોદર ના રવેલ ગામના વતની છે અને રવેલ આગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવે છે જેમાં તેમના પતિ કનુભાઈ ચૌધરી લાખણી માં બનાસ ડેરીમાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવે છે