

સનાતન ધર્મમાં રામલીલા લોકનાટ્ય સ્વરૂપે રજૂ થાય છે જે મોટાભાગે ઉત્તર ભારતમાં ખૂબ જ પ્રચલિત છે. રામલીલાનું નાટક પરંપરાગત મનોરંજન, શિક્ષણ અને ધાર્મિક આસ્થાનું સ્વરૂપ છે.. રામાયણ અને મહાભારતના બહુ પ્રચલિત પ્રસંગોને આવરી લેતી કથાવસ્તુને ધ્યાનમાં રાખી તેને ‘રામલીલા’ દ્વારા સામાન્ય પ્રજા સમક્ષ રજૂ કરવામાં આવે છે. નાનકડા મંચ ઉપર પડદા ખોલ બંધ કરી પરંપરાગત દિવ્ય આભૂષણો-પોશાક અને પ્રસંગ અનુરૂપ શસ્ત્રો દ્વારા પ્રસંગોને આબેહૂબ રજૂ કરવામાં કલાકારો નિપૂણ હોય છે. ‘રામલીલા’ મોડી રાત સુધી ભજવાતી હોય છે જે ધાર્મિક મહત્વ ધરાવતુ નાટક ગ્રામડામાં ઘણું પ્રચલિત છે. રામલલ્લાના પુનઃસ્થાપન- દિવ્યમંદિર બાદ તેનો પ્રચાર ફરીથી વધી રહ્યો છે.
ખેરગામ તાલુકાના નજીકના માં રૂપા ભવાની મંદિરના પ્રાંગણમાં ગત શનિવારની સાંજથી રામલીલા ભજવાઈ રહી છે જેનું સંચાલન ક્રૃષ્ણ કુમાર ઝા જનકપુર-અયોધ્યા અને સંગીત વાદનમાં
શાલીગ્રામ દિવાના સુલતાનપુરી વાજાપેટી-ગાયન તથા અનિલ મહારાજ (જે હનુમાનજીનું પાત્ર ભજવે) ઢોલક વાદક છે અને સારું ગાઈ વગાડી રંગત જમાવે છે.
ખેરગામના સુપ્રસિદ્ધ કથાકાર નરેશભાઈ રામાનંદી, વિશ્વ હિન્દુ પરિષદના ખેરગામ પ્રખંડ પ્રમુખ જીતુભાઈ પટેલ, નયન સાથે બુધવારે રામલીલા માણી હતી જેમાં પંચવટીમાં પધારેલા રામ લક્ષ્મણ જાનકી સાથે સૂર્પણખાનો પ્રસંગ ધમાચકડી અને સંવાદ ની સૌએ મજા લૂંટી હતી. રામ લક્ષ્મણજી ની કથાકાર નરેશભાઈ ના હસ્તે આરતી ગાન સાથે પ્રારંભ અને શયન આરતી સાથે વિરામ અપાયો હતો.સનાતન ધર્મ આદર્શ રામાયણ પ્રચારક રામલીલા મંડળ, હનુમત નિવાસ તીર્થક્ષેત્ર અયોધ્યાધામ- જનકપુર ધામના સંચાલક કૃષ્ણકુમાર ઝા તથા તેમના ૧૫ કલાકારોનુ વૃંદ દ્વારા દિલથી પ્રસ્તુતિ કરી ભગવાન રામજીના ચરિત્ર-કથાનો પ્રચાર કરતા હતા, જેઓને નારણભાઈ , પુજારી રજનીભાઈ વિ.બહેજગ્રામજનો મદદરૂપ પણ થતા હતા. સુરત દિલ્હી મુંબઈ જવા શહેરોમાં આસો નવરાત્રિમાં ભવ્ય રામલીલા થતી હોય છે સુરતમાં વેસુ ખાતે આદર્શ રામલીલા ૪૭ વર્ષથી થાય છે જ્યારે ખેરગામ તાલુકાના લોકોને પચાસ વર્ષે આ લ્હાવો મળ્યો છે, ધર્મજાગૃતિ માટે રામલીલા મંડળનો વિનોદ મિસ્ત્રીએ આભાર માન્યો હતો, મંડળના હનુમાનજી-અનિલ મહારાજે દર્શન પૂજન સહકાર બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.




