
ફૈઝ ખત્રી…શિનોર
શીનોર તાલુકાના સાધલી ની મદીના મસ્જિદ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઇદની વિશેષ નમાઝ અદા એકબીજાને ઇદની સુભકામનાઓ પાઢવવામાં આવી.
સાધલી ની મદીના મસ્જિદ ના પેશ ઈમામ મૌલાના ઐયુબ કાદરી દ્વારા ઇદની વિશેષ નમાઝ પઢાવવામાં આવી હતી.સાથે સાથે સમગ્ર ભારત દેશ માં અમન શાંતિ જળવાઈ રહે તેમજ દરેક ધર્મના લોકો ભાઈચારા સાથે રહે એવી ખાસ દુઆ કરવામાં આવી હતી.
જ્યારે મદીના મસ્જિદના પ્રમુખ શબ્બીર ભાઈ રાઠોડ દ્વારા પણ સમગ્ર દેશ વાસીઓ ને ઈદ ની શુભકામનાઓ પાઠવવામાં હતી.
કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે શિનોર પી એસ આઈ એમ.એસ.જાડેજા તેમજ શિનોર પોલીસ સ્ટાફ મદીના મસ્જિદ પાસે હાજર રહ્યા હતા.




