નસવાડી તાલુકાના રાનેડા ગામે 4 દિવસથી અશ્વિન નદી ઉપર આવેલ લો લેવલ નાં કોઝવે ઉપર પાણી ન ઉતરતા લોકો સંપર્ક વિહોણા બન્યા
મૂકેશ પરમાર,, નસવાડી
નસવાડી તાલુકામાં રાનેડા ગામ ગાવેલું છે અને 100 વધુ ઘરો તેમજ 500 લોકોની વસ્તી ધરાવતું આ ગામ છે જ્યારે ગામમાં જવા નાં રસ્તા ઉપર પંચાયત માર્ગ મકાન વિભાગનો લો લેવલ નો કોઝવે અશ્વિન નદી ઉપર આવેલો છે છેલ્લા 4 દિવસથી ભારે વરસાદને લઈને કોઝવે ઉપરથી પાણીનાં ઉતરતા ગ્રામજનો સંપર્ક વિહોણા બન્યા છે ભારે વરસાદના લીધે અશ્વિન નદી બે કાંઠે વહેતી હોવાથી આ ગામના લોકો સામા કિનારેથી મુખ્ય માર્ગ સુધી આવી શકતા નથી આ ગામના લોકો રોજ કમાઈને રોજ ખાનારા લોકો છે હાલ તો ગ્રામજનો જીવન જોખમે જીવન જરૂરિયાત વસ્તુઓ લેવા માટે આ કોઝવે ઉપરથી પસાર થઈ રહ્યા છે ગામમાં કોઈ વ્યક્તિ બીમાર પડે તો તેઓ બહાર નીકળી શકે અને દવાખાને પહોંચી શકે તેવી સ્થિતિ પણ નથી હાલ તો આ ગામના લોકો અશ્વિન નદીના પૂરના પાણી વહેલી તકે ઓસરે તેવી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે આઝાદી નાં આટલા વર્ષો વિતી ગયા છતાંય પુલ નાં બનતા ગ્રામજનો ચોમાસામાં સમયમાં દુઃખ ભોગવવાનો વારો આવે છે. જયારે વહીવટી તંત્ર ના અધિકારીઓ આ ગામની મુલાકાત ક્યારે લેશે.





