GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઈ.

તા.02/11/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એડવાઈઝરી કમિટીના ચેરમેનસુ દેવયાનીબેન રાવલની અધ્યક્ષતામાં આજે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ખાતે જિલ્લા કક્ષાની પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં નવા ક્લિનિકના રજિસ્ટ્રેશન, અલ્ટ્રાસાઉન્ડ મશીન જુનાના બાયબેક અને વેચાણ માટે ઇન્ટીમેશન, અલ્ટ્રાસાઉન્ડ મશીન ખરીદીની જાણ, મશીન ટ્રાન્સફર માટે, રજીસ્ટ્રેશન રીન્યુ અને કેન્સલ કરવા, સોનોગ્રાફી મશીનના સ્થળ ફેરફાર અંગેની મંજૂરી, સોનોગ્રાફી મશીનનું સીલ ખોલવા બાબત, પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. વર્કશોપનું આયોજન વગેરે બાબતો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બી જી ગોહિલે જિલ્લામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટનો ચૂસ્તપણે અમલ થાય, ગર્ભ પરીક્ષણ અટકાવવા, સેકસ રેશિયો વધારવા અને લોકોમાં જાગૃતિ લાવવા માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં એડવાઈઝરી કમિટીના સદસ્યશ્રી ડો.અલ્પેશ ગોહિલ, આર એલ બબલાણી, સરકારી વકીલ એમ.પી.સભાણી, પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. સેલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ આસિસ્ટન્ટશ્રી ગૌરાંગ જોશી ઉપસ્થિત રહ્યા હતાં.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!