GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:કલરવ શાળામાં દિવાળીના ઉત્સવ નિમિત્તે રંગોળી સ્પર્ધા યોજાઇ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૫.૧૦.૨૦૨૫

તારીખ 15/10/2025 ને બુધવારના રોજ કલરવ શાળામાં દિવાળીના ઉત્સવ નિમિત્તે રંગોળી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા કે.જી વિભાગ અને ધોરણ 1 થી 5 ના વાલીઓ માટે અને ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે આ સ્પર્ધા યોજવામાં આવી હતી.જેમાં કે.જી. વિભાગ અને ધોરણ 1 થી 5 ના 27 જેટલા વાલીઓ અને ધોરણ 6 થી 12 માં 120 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.બધા જ વાલીઓ અને વિદ્યાર્થીઓએ રંગોળી માટે વિવિધ રંગોનો ઉપયોગ કરીને સુંદર રીતે રંગોળી બનાવીને બધાને મંત્રમુગ્ધ કર્યા, તેમજ સારામાં સારી રંગોળી કરનાર વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપીને પ્રમાણપત્રથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ શાળાના આચાર્ય ડો.કલ્પનાબેન જોષીપુરા અને શાળા મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ જોશીપુરાએ શાળા કક્ષાએ યોજાતી બધી જ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ભાગ લે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!