GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: યજ્ઞ પરંપરાનો સંદેશ આપતી રંગોળી બની આકર્ષણનું કેન્દ્ર
તા.18/10/2025
વાત્સલયમ્ સમાચાર
Rajkot: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળીના પાવન પર્વ નિમિત્તે આયોજિત રંગોળી સ્પર્ધામાં અનેક વિષયો પર અદ્ભુત અને કલાત્મક રંગોળીઓ દોરવામાં આવી હતી. આ સ્પર્ધામાં આયુર્વેદિક તબીબ શ્રી હેતવી જોબનપુત્રાએ પોતાની રંગોળી દ્વારા ભારતીય સંસ્કૃતિ અને આયુર્વેદનો પરિચય કરાવ્યો હતો, જે શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેમણે પોતાની રંગોળીની થીમમાં યજ્ઞ સંબંધિત પંચભૌતિકત્વ ઊર્જા, ‘આપણું મૂળ, આપણી સંસ્કૃતિ’, આપણી પરંપરાઓ વિજ્ઞાન સાથે જોડાયેલી છે તથા દૈવવ્યાપાશ્રય ચિકિત્સાને આવરી લીધા હતાં. આમ, આ રંગોળીમાં માત્ર રંગોનો મેળાવડો જ નહીં, પરંતુ તેમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને આયુર્વેદની મહત્તાનો સંદેશ આપવામાં આવ્યો હતો.