DEDIAPADAGUJARATNARMADA

પીએમ શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળા ખાતે ‘રંગોત્સવ 2025-26’ કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવાયો*

પીએમ શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળા ખાતે ‘રંગોત્સવ 2025-26’ કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવાયો*

 

તાહિર મેમણ – ડેડીયાપાડા – 21/02/2026 – પીએમ શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળા ખાતે ‘રંગોત્સવ 2025-26’ વાર્ષિકોત્સવ કાર્યક્રમ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પ્રદીપસિંહ રણા ના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

 

આ વાર્ષિકોત્સવ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓની મેહનત લગન અને શાળાના શિક્ષકો દ્વારા તન મન અને ધન થકી સહયોગ કરાતા ભવ્યથી ભવ્ય રીતે ઉજવાયો હતો. કાર્યક્રમના સુચારા આયોજનના ભાગરૂપે અપડેટ સાઉન્ડ સિસ્ટમ, વિશાળ લાઈવ મંડપ- સ્ટેજની વ્યવસ્થા, કેમેરા સાથે શાળા સંકુલને એક દુલ્હનની માફક શણગારી રંગેચંગે ઉજવણી કરવામાં આવતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ઉત્સાહના પ્રાણવાયુ પુરાયા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર તેમજ ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

આ પ્રસંગે શાળાના નાના નાના ભૂલકાઓ દ્વારા સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. બાળકોની મહેનત અને ધગશને જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. હાજર મહાનુભવો શિક્ષકો તેમજ વાલીઓ તરફથી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આર્થિક સહયોગ પણ કરવામાં આવ્યો હતો. અંતે રાષ્ટ્રગીત ગાયને કાર્યક્રમને સમાપન કરવામાં આવ્યો હતો. અને અંતે સાથે પ્રીતિ ભોજન લીધું હતું.

 

આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ પ્રદીપસિંહ રણા, જિલ્લા પ્રાથમિક સંઘના મહામંત્રી રાજીવ પટેલ, નેત્રંગ તાલુકા સંઘ પ્રમુખ જીગ્નેશભાઈ, નેત્રંગ તાલુકા મહામંત્રી કૌશિકભાઈ, SRF ફાઉન્ડેશન પ્રોગ્રામ ઓફિસર સુનિલભાઈ ગામિત, આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ સેન્ટ્રલ કમિટી પ્રેસિડેન્ટ સર્જનભાઈ વસાવા, MSW કોલેજ પ્રિન્સિપાલ વિનોદ સોનવણે, બીટ નિરીક્ષક જીતેન્દ્રસિંહ વસાવા, ગ્રુપાચાર્યશ્રી નેત્રંગ અનિતાબેન, ગ્રુપાચાર્યશ્રી કાકડકુઇ વિનોદભાઈ, ગ્રુપાચાર્યશ્રી બિલોઠી પંકજભાઈ, પીએમ શ્રી થવા બ્રાન્ચ આચાર્ય શ્રી માધવસિંહ વસાવા તેમજ શાળાના શિક્ષકો, SMC સમિતિ, વાલીગણ, વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!