DAHODGUJARATSANJELI

સંજેલીના ન્યુ પાર્થ એકલવ્ય-CET તાલીમ વર્ગમાં રંગોત્સવ પર્વ “ધુળેટી”ની ઉત્સાહ, ઉમંગ અને આસ્થા સાથે ઉજવણી 

તા.૧૪.૦૩.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sanjeli:સંજેલીના ન્યુ પાર્થ એકલવ્ય-CET તાલીમ વર્ગમાં રંગોત્સવ પર્વ “ધુળેટી”ની ઉત્સાહ, ઉમંગ અને આસ્થા સાથે ઉજવણી

સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ એકલવ્ય – CET તાલીમ વર્ગ સંજેલી કાર્યરત છે. જેમાં નવોદય વિદ્યાલય, એકલવ્ય પ્રવેશ પરીક્ષા, જ્ઞાન શક્તિ , સૈનિક શાળા, શિષ્યવૃત્તિ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે. સાથે સાથે અનાથ, અપંગ અને અતિ ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુ પાર્થ એકલવ્ય – CET તાલીમ કેન્દ્રના સંચાલક દિલીપકુમાર એચ મકવાણાએ તાલીમ વર્ગના બાળકો હોળી ધુળેટી પર્વની સમજ આપી હતી. પર્યાવરણની જાળવણી, પાણી નો બગાડ, કેમિકલ રહિત કલરનો ઉપયોગ તેમજ વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે સ્નેહનો સેતુ સંધાય, ભાઈચારો, રાષ્ટ્રીય એકતાના જેવા ગુણો નો વિકાસ થાય તે હેતુથી તમામ તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. સંચાલક દિલીપકુમાર મકવાણાના માર્ગદર્શનથી મોરા તાલીમ વર્ગમાં અશ્વિનભાઈ સંગાડા સાહેબ અને સુખસર ખાતે રાજુભાઈ મકવાણા સાહેબ દ્વારા તમામ CET ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ હોળી ધુળેટી પર્વની શુભેચ્છા પાઠવી હતી અને ખજૂર નું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ ન્યુ પાર્થ એકલવ્ય – CET વર્ગોમાં રંગેચંગે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!