સાબર સ્ટેડિયમ હિંમતનગર ખાતે વિદ્યાથિર્નીઓને રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ અપાયુ…

સાબરકાંઠા…
સાબર સ્ટેડિયમ હિંમતનગર ખાતે વિદ્યાથિર્નીઓને રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ અપાયુ…
સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી ૨૯,૬૬૧ વિદ્યાથિર્નીઓને અપાશે રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ…
તસ્વીર:-
સાબરકાંઠા જિલ્લામાં ભોલેશ્વર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ઓને સાબર સ્ટેડિયમ, હિંમતનગર ખાતે સાંસદ શોભના બારૈયા અને જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં વિદ્યાથિર્ની ઓને રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ અંતર્ગત સ્વરક્ષણની વિવિધ ટેકનીક શીખવવામાં આવી હતી. સમગ્ર શિક્ષા સાબરકાંઠા ગર્લ્સ એજયુકેશન યુનિટ અંતર્ગત જિલ્લાની ૬૪૯ ઉચ્ચ પ્રાથમિક શાળા, ૨૪ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ધોરણ ૬ થી ૧૨ માં અભ્યાસ કરતી કન્યાઓ માટે એક સપ્તાહના ૩ સેશન, એક માસના ૧૨ સેશન એમ કુલ ૩ માસના ૩૬ સેશનની તાલીમનું આયોજન સુરક્ષા સેતુ સોસાયટી હિંમતનગર ધ્વારા નકકી કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી ૨૯,૬૬૧ વિદ્યાથિર્ની ઓને રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ અપાશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નાં જણાવ્યા અનુસાર વર્તમાન સમયમાં દીકરીઓ સાથે બનતી અઘટિત ઘટનાઓ સામે કન્યાઓને પંચીંગ, બ્લોકીંગ, રેસલીંગ, જુડો, કરાટે તેમજ સ્થાનિક પરિસ્થિતી મુજબની તાલીમ આપવામાં આવશે. સ્વરક્ષણની તાલીમ લઈ કન્યાઓ શારિરીક, માનસિક, બૌધિક રીતે મજબુત બનશે.આ કાર્યક્રમમાં ડી.પી.ઈ.ઓ. કેયુર ઉપાધ્યાય, રમતગમત અધિકારી ત્રિવેણી સરવૈયા, રમતગમત અધિકારી એમ.એમ.ચૌધરી, ગર્લ્સ એજયુકેશન યુનિટ સમગ્ર શિક્ષાના કો.ઓર્ડિનેટર મિનાક્ષી પરમાર તેમજ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા….
જયંતિ પરમાર સાબરકાંઠા




