
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા શહેરમાં કાયદાને પડકારતી સ્કોર્પિયો કાર પર રૂરલ પોલીસની ત્વરિત કાર્યવાહી – ગેરકાયદેસર લાઇટ લાગવી મારતો હતો રોફ
મોડાસા શહેરના જાહેર રસ્તા પર કાયદાને ખુલ્લો પડકાર આપતી એક સ્કોર્પિયો કારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચર્ચા જાગી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ફિલ્મી ઢબે એક કાર ચાલકે મોડાસાના રસ્તાઓ પર બેફામ રીતે વાહન ચલાવ્યું હતું.
વાયરલ વીડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળ્યું હતું કે સ્કોર્પિયો કારમાં એમરજન્સી બ્લેક લાઇટ લગાવવામાં આવી હતી, પાછળના ભાગે નંબર પ્લેટ વગર કાર ચલાવવામાં આવી રહી હતી તેમજ કાળા કાચ લગાવી નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો. આ તમામ બાબતો ટ્રાફિક નિયમોનો ગંભીર ભંગ હોવાનું સામે આવ્યું હતું.વિડિયો વાયરલ થતા જ મોડાસા રૂરલ પોલીસ એક્શનમાં આવી હતી. ટ્રાફિક પોલીસ દ્વારા તરત જ વીડિયોની તપાસ હાથ ધરવામાં આવી અને ગણતરીના કલાકોમાં જ સ્કોર્પિયો કાર તથા તેના ચાલકને ઝડપી પાડવામાં આવ્યો હતો.પોલીસ તપાસમાં બહાર આવ્યું કે કાર પર ગેરકાયદેસર રીતે લાઇટ લગાવી રસ્તા પર રોફ જમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે ચાલકને ભારે પડ્યો હતો. રૂરલ પોલીસ દ્વારા 24 કલાકની અંદર કાર્યવાહી પૂર્ણ કરી કાયદાનો કડક સંદેશો આપવામાં આવ્યો છે.પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે કાયદાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને જાહેર રસ્તાઓ પર નિયમોનું પાલન કરવું દરેક નાગરિકની ફરજ છે.





