DAHODDAHOD CITY / TALUKOGUJARAT

જય શ્રી રામ ના નારા સાથે રાષ્ટ્રીય હિન્દુ સંઘ મુખ્ય સંયોજક પૂજ્ય યોગી દેવનાથજી બાપુનું રામાનંદ પાર્ક દાહોદ ખાતે ભવ્ય સ્વાગત સન્માન!”

તા.૦૭.૦૩.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:જય શ્રી રામ ના નારા સાથે રાષ્ટ્રીય હિન્દુ સંઘ મુખ્ય સંયોજક પૂજ્ય યોગી દેવનાથજી બાપુનું રામાનંદ પાર્ક દાહોદ ખાતે ભવ્ય સ્વાગત સન્માન!”

દાહોદની પાવન ધરા પર પરમ પૂજ્ય યોગી શ્રી દેવનાથજી બાપુ, રાષ્ટ્રીય હિન્દુ સંઘના આદરણીય સંયોજક અને ગુજરાત ભરના ધર્મપ્રેમી યુવાનોના પ્રેરણાસ્ત્રોત, પધાર્યા હતા.આ અવસરે રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ જિલ્લા ટીમ દ્વારા ભવ્ય અને ભક્તિભર્યું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું.ગોધરા રોડથી બસ સ્ટેશન, નગરપાલિકા ચોક થઈને રામાનંદ પાર્ક સુધી ભવ્ય બાઇક રેલી કાઢવામાં આવી, જેમાં સમગ્ર જિલ્લા ભરના ધર્મપ્રેમી યુવાનો, મહિલાઓ અને કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહ્યા હતાં. બાળ કલાકાર અક્ષરા મુકેશભાઈ પ્રજાપતિ દ્વારા બાપુનું ભજન ગીત દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું. દાહોદ જિલ્લા ભરના ધર્મ પ્રેમીઓના આસ્થા નું કેન્દ્ર એવા રામાનંદ પાર્ક ખાતે પૂજ્ય યોગીજીનું ભવ્ય સ્વાગત-સન્માન કરવામાં આવ્યું, જ્યાં પૂજ્ય બાપુએ હિન્દુ સમાજને એકતા, જાગૃતિ અને સમરસતાનો સંદેશ આપ્યો. આ પ્રસંગે પૂજ્ય બાપુએ સનાતન ધર્મના મહત્વ, ગૌ રક્ષા, હિન્દુ યુવા જાગૃતતા અને સમાજમાં સમરસતા જાળવવા માટે યુવાનો ને અગ્રેસર બનવા માટે ની અપીલ કરી. પૂજ્ય યોગીજી એ ભારપૂર્વક જણાવ્યું કે સનાતન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને અનુસરીને, ગૌમાતાની રક્ષા કરીને અને યુવા શક્તિને જાગૃત કરીને જ હિન્દુ સમાજ મજબૂત બની શકે છે. આજના સમયમાં હિન્દુ યુવાનોને નિર્ભીક બનીને સનાતની મૂલ્યોનું રક્ષણ કરવા અને સમરસતાથી જીવવાનું આહ્વાન કર્યું. આ ભવ્ય કાર્યક્રમમાં રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાત પ્રદેશના પ્રચારક રિંકેશભાઈ પ્રજાપતિ, દાહોદ જિલ્લા અધ્યક્ષ મહાદેવ દામોદર, જિલ્લા સંગઠન ટીમ, મહિલા ટીમ અને રામાનંદ પાર્ક સ્વયંસેવકો, દાહોદ જિલ્લા ગૌ રક્ષક ટીમના પિન્ટુભાઈ કલાલ અને તેમની ટીમની પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી. સમગ્ર કાર્યક્રમમાં ભક્તિ, ઉત્સાહ અને હિન્દુત્વની લાગણી છવાઈ રહી હતી.

Back to top button
error: Content is protected !!