
તા.૧૧.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ રામાનંદ પાર્ક ખાતે મહામંડલેશ્વર શ્રી જગદીશદાસ મહારાજજીના વરદ હસ્તે રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ જિલ્લામાં કાર્યકર્તાઓને નિયુક્તિ
સનાતન ધર્મના પ્રચાર પ્રસાર, હિન્દુ સંસ્કૃતિના રક્ષણ અને ગૌ રક્ષા માટે આજ રોજ રામાનંદ પાર્ક દાહોદ ખાતે રાષ્ટ્રીય હિન્દુ સંઘ ના સંયોજક પરમ પૂજ્ય આદરણીય યોગી શ્રી દેવનાથજી બાપુના આશીર્વાદથી અને રામાનંદ પાર્ક દાહોદના પરમ પૂજ્ય આદરણીય મહામંડલેશ્વર 1008 શ્રી જગદીશદાશ જી મહારાજ ના વરદ હસ્તે દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય હિન્દુ સંઘ ના કાર્યકર્તાઓને નિયુક્તિ આપવામાં આવી. અને વધુમાં વધુ સનાતનીઓ જોડાય એ માટે પ્રદેશ પ્રચારક શ્રી રીંકેશભાઈ પ્રજાપતિ દ્વારા આહવાન કરવામાં આવ્યું. આ પ્રસંગે રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ જિલ્લા ના અધ્યક્ષ શ્રી મહાદેવ દામોદર દ્વારા પરમ પૂજ્ય આદરણીય મહામંડલેશ્વર 1008 શ્રી જગદીશદાસજી મહારાજ જી નું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું





