BHUJGUJARATKUTCH

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ મા. અને ઉ.મા. સંવર્ગને એક વર્ષ પૂર્ણ થતા સેવાવસ્તીમાં શૈક્ષણિક કીટ તેમજ અલ્પાહાર દ્વારા ઉજવણી સહ જિલ્લા-તાલુકા કારોબારી વિસ્તરણ પણ કરાયુ.

23-ઓકટો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ કચ્છ :- રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક દ્વારા ગત વર્ષે કચ્છ જિલ્લામાં મા શક્તિના પર્વ એવા આસો નવરાત્રીના પાવન સાતમા નોરતે તેના સંવર્ગની શરૂઆત કરવામા આવેલ હતી. આ સંવર્ગની સ્થાપનાને સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થતા આજરોજ આઠમા નોરતે લેવા પટેલ હોસ્પિટલ સામે, ભુજ મધ્યે સેવા વસ્તીમાં શ્રમિક પરિવારોના આશરે ૫૦ જેટલા બાળકોને શૈક્ષણિક કીટ આપી, અલ્પાહાર કરાવી અનોખી ઉજવણી કરવામા આવેલ હતી. આ તકે તેજસ્વિની ગ્રુપના સંયોજિકા તેમજ ભુજ નગરપાલીકા કાઉન્સિલર રસીલાબેન પંડ્યાનો પણ સહયોગ સાપડયો હતો. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ-કચ્છ ગ્રાન્ટેડ અધ્યક્ષ અલ્પેશભાઈ જાનીએ જરૂર પડે તો આવી સેવા વસ્તીમાં નિઃશુલ્ક શિક્ષણ સેવા પૂરી પાડવામા પણ સંગઠન સહયોગી નિવડશે એવી તેજસ્વિની ગ્રુપ સંયોજિકાને ખાતરી આપેલ હતી. આ રચનાત્મક ઉજવણીમાં ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, મહામંત્રી ધર્મેન્દ્રભાઇ પરમાર, વરિષ્ઠ ઉપાધ્યક્ષ ચેતનભાઇ લાખાણી, કોષાધ્યક્ષ કીતિઁભાઇ પરમાર, પ્રચાર પ્રમુખ કિશનભાઇ પટેલ તેમજ સહમંત્રી હરિભાઈ ગઢવી જોડાયા હતા. વળી,આ જ દિવસે જૂની પરંપરાને આગળ ધપાવતા નવલી નવરાત્રીના પાવન આઠમાં નોરતે જિલ્લા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ કારોબારીની રિક્ત સ્થાન પૂર્તિ સહ જિલ્લા કારોબારી તેમજ તાલુકા વિસ્તરણની ઓનલાઈન બેઠક યોજવામા આવેલ હતી. બેઠકની શરૂઆત માં શારદે વંદનાથી કરવામા આવેલ હતી. ત્યારબાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો સંક્ષિપ્ત પરિચય ગ્રાન્ટેડ સંવર્ગ અધ્યક્ષ અલ્પેશભાઈ જાની દ્વારા આપવામાં આવેલ હતો. આ બેઠકમાં સંગઠનની વાર્ષિક રચનાત્મક પ્રવૃતિઓની જાણકારી પ્રાંત મિડીઆ પ્રકોષ્ઠ તેમજ કચ્છ જિલ્લા પ્રાથમિક સંવર્ગ મહામંત્રી રમેશભાઈ ગાગલ દ્વારા આપવામા આવેલ હતી. જિલ્લા કારોબારી તેમજ તાલુકા વિસ્તરણના નામો અને સંયોજક તેમજ સહ સંયોજકની ઘોષણા રાજ્ય માધ્યમિક સરકારી સંગઠન મંત્રી તેમજ કચ્છ જિલ્લા સરકારી માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ નયનભાઈ વાંઝાએ કરેલ હતી.જેમા જિલ્લા કારોબારી રીક્ત સ્થાન પૂર્તિમાં વરિષ્ઠ ઉપાધ્યક્ષ પદે ચેતનભાઇ લાખાણી (શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય-ભુજ) તેમજ જિલ્લા કારોબારી વિસ્તરણમાં સહમંત્રી તરીકે હરિભાઈ ગઢવી (કોટડા-ચકાર), આંતરિક ઓડિટર તરીકે કાંતિલાલ પી ચૌહાણ (માનકુવા) તેમજ જિલ્લા કારોબારી સભ્ય તરીકે કૈલાશભારતી ગોસ્વામી (માંડવી), દિનેશભાઈ દેસાઈ (જાટાવાડા-રાપર ) અને બાબુલાલ એન પરમાર (નખત્રાણા) સર્વાનુમતે વરણી કરવામા આવે છે. કચ્છના તમામ દશ તાલુકાઓમા પણ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના સંયોજક તેમજ સહસંયોજકના વિસ્તરણમાં ભુજ તાલુકાના કાંતિલાલ પી ચૌહાણ અને તનેરાજસિંહ વાઘેલા, નખત્રાણા તાલુકામાં હરિતભાઈ ભટ્ટ અને બાબુલાલ એન પરમાર, લખપત તાલુકામાં હેમેનભાઈ ત્રિવેદી તેમજ અમરાભાઇ મકવાણા, અબડાસા તાલુકામાં પ્રેમભાઇ ગુપ્તા, માંડવી તાલુકામાં કૈલાશભારથી ગોસ્વામી, મુન્દ્રા તાલુકામાં નિલેશભાઈ વાઘેલા, અંજાર તાલુકામાં માવજીભાઈ જી ચૌહાણ તેમજ દિલીપભાઈ પી પરમાર, ગાંધીધામ તાલુકામા કિર્તીભાઈ પરમાર, ભચાઉ તાલુકામાં ભાવેશભાઈ ડી પ્રજાપતિ તેમજ રાપર તાલુકામાં દિનેશભાઈ દેસાઈની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ હતી.બેઠકમાં ગ્રાન્ટેડ સંવર્ગ સંગઠન મંત્રી હરેશભાઈ ત્રિવેદીએ સંગઠન, વિસ્તરણ તેમજ સદસ્યતા અભિયાન પર ખાસ ભાર મૂકેલ હતો. આ સમગ્ર ઓનલાઈન બેઠકનુ સંચાલન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ અલ્પેશભાઈ જાનીએ કરેલ હતુ. આભાર વિધી પ્રચાર પ્રમુખ કિશનભાઇ પટેલે કરેલ હતી. બેઠકની પૂર્ણાહુતિ સંગઠન મંત્રી હરેશભાઈ ત્રિવેદીએ કલ્યાણ મંત્ર દ્વારા કરેલ હતી. આ સમગ્ર વિસ્તરણ પ્રક્રિયામાં નવ સંવર્ગ પ્રાંત મંત્રી તેમજ રાજ્ય સરકારી માધ્યમિક અધ્યક્ષ મુરજીભાઈ ગઢવીનુ ખાસ માર્ગદર્શન મળેલ હતુ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!