પાલનપુરમાં આવેલા લક્ષ્મીનગર માં પાટલા ગો બ્યુટી પાર્લર દુકાનમાંથી ઘૂસી જતા અફડા તફડી.. સેવાભાવી સંસ્થાના યુવાનો પકડી લઈ જતા હતા રહીશોએ હાશકારો લીધો

10 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર શક્તિનગર રોડ ઉપર આવેલા લક્ષ્મીનગર સોસાયટીમાં મોનાલીસા નામની બ્યુટી પાર્લર દુકાનમાં પાટલા ગો ઘુસી જતા આ વિસ્તારના રહીશોમાં દોડધામ મચી ગઈ હતી કોઈએ રખોપુ ફાઉન્ડેશન સંસ્થાને જાણ કરતા ત્રણ યુવાનોએ આવી ભારે જહેમત બાદ બે પાટલા ગો ઝડપી પાડતા રહીશોએ હાસકારો લીધો હતો આ બંને બાલારામ જંગલમાં છોડી દેવામાં આવી હતી
હાલ ચોમાસાની સિઝનમાં સાપ જેવા ઝેરી જીવજંતુ વધુ પડતા બહાર નીકળતા હોય છે જ્યારે આ શહેરમાં લક્ષ્મીનગર છેલ્લા દોઢ મહિનાથી એક પાટલા ઘો અને તેનો બચ્ચુ આ વિસ્તારમાં ફરતું હોવાનું રહીશોને ઉંઘ હરામ કરી નાખી હતી જોકે આ વિસ્તારમાં નવીનરસ્તાનું કામ ચાલતું હોય જે.સી.બી થી ખોદકામ દરમિયાન આ પાટલા ગો બહાર નીકળી મોનાલીસા બ્યુટી પાર્લર દુકાનમાં ઘૂસી ગઈ હતી જેને લઈને આ વિસ્તારમાં રહીશો ટોળેટોળા જોવા ભેગા થઈ ગયા હતા જો કે કોઈએ રખોપુ ફાઉન્ડેશન સંસ્થાને ફોન કરતા આ સંસ્થા સાથે જોડાયેલા પ્રકાશભાઈ ગોરેસા .અનિલભાઈ સોલંકી .તેમજ મનીષભાઈ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા ભારે જહેમત બાદ આ બંને પાટલા રેસ્યુ કરી પકડીને બાલારામ જંગલમાં લઈ જવાની તજવીજ કરી હતીજોકે આ સંસ્થાએ ના યુવાનો જણાવ્યું. કોઈપણ જગ્યાએ ઝેરી સાપ તેમજ અન્ય વસ્તુ નીકળે તો તેને મારશો નહીં અમારી હેલ્પલાઇન જેનો નંબર 96 6297 00૨૦ છે તો અમારી મદદ લેવા જણાવ્યું હતું





