BHARUCHGUJARATJAMBUSAR

જંબુસર વોર્ડ નંબર 2 માં રેશનકાર્ડ ઇકેવાયસી તથા વય વંદના કેમ્પ યોજાયો 

જંબુસર વોર્ડ નંબર 2 માં રેશનકાર્ડ ઇકેવાયસી તથા વય વંદના કેમ્પ યોજાયો

જંબુસર ઇન્ચાર્જ મામલતદાર વી એ જરીવાલા ની સુચના અને નાયબ મામલતદાર દર્શનાબેન પરમાર ના માર્ગદર્શન હેઠળ રેશનકાર્ડ ઇકેવાયસી માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.ત્યારે જંબુસર નગરના વોર્ડ નંબર બે ના સદસ્યો શ્રીમતી અમિષાબેન શાહ, વિશાલભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ,ઉષાબેન દરબાર ના પ્રયત્નોથી વોર્ડના તમામ સભ્યોનું રેશનકાર્ડ ઇકેવાયસી કરવામાં આવે તથા સરકારશ્રીની વય વંદના યોજનાનો લાભ ૭૦ વર્ષની ઉંમરના વ્યક્તિઓને મળી રહે તે માટે ગણેશ ચોક આશાપુરી માતા મંદિર પટાંગણમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અમિષાબેન શાહ તથા જંબુસર વિધાનસભા ધારાસભ્ય ડી કે સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નંબર 2 ના તમામ મતદાર ભાઈ બહેનો સરકારની યોજના નો લાભ લે તથા તમામનું રેશનકાર્ડ ઇકેવાયસી થાય તે માટે વોર્ડના સભ્ય સહિત શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, મહામંત્રી મનનભાઈ પટેલ સહિત અગ્રણી વિરેનભાઈ શાહ, રાજુભાઈ દરબાર, આરોગ્ય સ્ટાફ,આશા વર્કર મયુરિકા પટેલ સહિત ખડે પગે હાજર રહી કોઈ સુવિધાથી વંચિત ના રહી જાય તેવા તમામ પ્રયત્નો હાથ ધર્યા હતા. અને વય વંદના કાર્ડ ના લાભાર્થીઓને ધારાસભ્ય સહિત ઉપસ્થિત મહેમાનોના હસ્તે કાર્ડ વિતરણ કરાયું હતું.સદર યોજાયેલ કેમ્પમાં વોર્ડ નંબર 2 ના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહી કેમ્પનો લાભ લીધો હતો.

રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

Back to top button
error: Content is protected !!