ગુજરાતમાં રેશનકાર્ડધારકોને નવેમ્બર માસથી વિનામૂલ્યે અન્ન અને રાહતદરે ચીજવસ્તુઓનું વિતરણ કરાશે

1 નવેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ૭૫ લાખ કુટુંબો થશે લાભાન્વિત ડોર સ્ટેપ ડિલિવરી અને બાયોમેટ્રિક વેરિફિકેશન માટે રાજ્ય સરકારના સુચારુ આયોજનની શરૂઆત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને માર્ગદર્શન હેઠળ
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ નોંધાયેલ રેશનકાર્ડ ધારકોને ઘઉં અને ચોખાનું વિનામૂલ્યે વિતરણ તેમજ તુવેરદાળ, ચણા, ખાંડ અને મીઠા જેવી આવશ્યક ચીજવસ્તુઓનું રાહતદરે વિતરણ કરવામાં આવે છે.નવેમ્બર ૨૦૨૫ માટે આશરે ૭૫ લાખ કુટુંબો (૩.૨૫ કરોડ લોકો) માટે આવશ્યક ચીજવસ્તુઓની ફાળવણી કરવામાં આવી છે. આ વિતરણ ૧ નવેમ્બરથી શરૂ થવાનું છે.
રાજ્ય સરકાર દ્વારા વાજબી ભાવના દુકાનદારોને રૂ.૨૦૦૦૦ની મિનિમમ કમિશન રકમ દર મહિને ચુકવવામાં આવે છે, જેનો સમગ્ર ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે છે. આ પ્રકારની વ્યવસ્થા સમગ્ર દેશમાં માત્ર ગુજરાત રાજ્યમાં જ અમલમાં છે.
વાજબી ભાવની દુકાનદારોની માંગણીઓ અંગે એસોસિએશન પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી રાજ્ય સરકાર દ્વારા હકારાત્મક વિચારણા હાથ ધરવામાં આવી છે. આ સાથે જ વન નેશન વન રેશનકાર્ડ યોજના હેઠળ અત્યાર સુધી ૧ કરોડથી વધુ લાભાર્થીઓએ લાભ મેળવ્યો છે, જેમાં ગુજરાત રાજ્ય દેશભરમાં અગ્રેસર રહ્યું છે.
ડોર સ્ટેપ ડિલિવરી વ્યવસ્થા અંતર્ગત તકેદારી સમિતિના સભ્યોના બાયોમેટ્રિક વેરિફિકેશન માટે મંત્રીશ્રીના માર્ગદર્શન અનુસાર જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.




