Dhoraji: ધોરાજી ખાતે રવિ કૃષિ મહોત્સવ – ૨૦૨૫ યોજાયો
તા.15/10/2025
વાત્સલયમ્ સમાચાર
ધારાસભ્ય શ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયાની પ્રેરક ઉપસ્થિતિમાં કૃષિ પ્રદર્શન, પશુ આરોગ્ય કેમ્પ, લાભાર્થીઓને સહાય વિતરણ સહિતના કાર્યક્રમ યોજાયા
Rajkot, Dhoraji: વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિ વિકાસ દિન-૨૦૨૫ અને તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવની ધારાસભ્ય શ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયાના અધ્યક્ષસ્થાને ધોરાજી ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ તકે કૃષિ મંત્રીશ્રીનાં વક્તવ્યમાં સૌ વર્ચ્યુઅલી જોડાયા હતા. આ કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિક દ્વારા કૃષિલક્ષી માહિતી આપવામાં આવી હતી. કૃષિ સંલગ્ન પ્રદર્શનનું આયોજન રાખવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ચેક તથા સહાયના હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું.
બે દિવસીય કૃષિ મહોત્સવમાં આવતીકાલે પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોના ફાર્મની મુલાકાત તથા નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પશુ આરોગ્ય કેમ્પ અન્વયે આજરોજ કૃષ્ણ ગૌશાળા ધોરાજી ખાતે તથા આવતીકાલે પાંજરાપોળ ધોરાજી ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટા પ્રમાણમાં પશુપાલકો હાજર રહી પશુપાલન વિશે માહિતી મેળવશે.
શ્રી લેઉવા પટેલ સાંસ્કૃતિક ભૂવન ધોરાજી ખાતે કૃષિલક્ષી અને ખેડૂતોને હિતને ધ્યાનમાં રાખીને યોજવામાં આવેલા કૃષિ મહોત્સવ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ પાયલબેન ધોળકિયા, જિલ્લા પંચાયત સદસ્યશ્રી અને દંડક શ્રી વિરલભાઈ પનારા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી રામભાઈ હેરભા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી રાણાભાઇ રાણવા, અગ્રણીશ્રી કૌશિકભાઈ વાગડીયા, તાલુકા પંચાયતના સદસ્ય શ્રી, નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને ધોરાજી તાલુકાના ખેડૂત ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.