વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ
ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસની ટીમે પોકેટકોપ અને ઇ ગુજકોપની મદદથી નાસિક જિલ્લામાં થયેલ બાઈક ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.અને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.સાપુતારા પોલીસ સ્ટાફનાં માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પી.આઈ.આર.એસ.પટેલને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના પિંપળગાવ પોલીસ મથકે બાઇક ચોરી નો ગુનો નોંધાયેલ છે.જેમાં ચોરાયેલ પ્લેટિનમ મોટરસાયકલ રજી. નં.MH -15-HR-0075 ને લઈને એક ઇસમ ગુજરાતના માળુંગા ચેકપોસ્ટ તરફ આવે છે. જે બાતમીના આધારે સાપુતારા પોલીસ સ્ટાફના માણસોએ વોચ ગોઠવી હતી. અને માળુંગા ચેકપોસ્ટ પાસેથી મોટરસાયકલ સાથે વિજય લહાનુ ધોંગડે (ઉ. વ.૩૦, રહે. લાડગાવ તા. સુરગાણા જી.નાશિક મહારાષ્ટ્ર) ની અટકાયત કરી હતી. તેમજ 15 હજારની કિંમતની પ્લેટિનમ મોટરસાયકલ પણ રિકવર કરવામાં આવી હતી.ત્યારે સાપુતારા પોલીસની ટીમે આરોપીને પકડી પાડી પિંપળગાવ પોલીસ મથકે આપવાની તજવીજ હાથ ધરી છે..