DHORAJIGUJARATRAJKOT CITY / TALUKO

Dhoraji: ધોરાજી તાલુકામાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો : ખેડૂતોને રવિ પાક અંગે માર્ગદર્શન, લાભાર્થીઓને સહાય વિતરણ કરાયું

તા.૭/૧૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

મીલેટ, પ્રાકૃતિક કૃષિ, મિશ્ર ખેતી, કૃષિ પ્રદર્શન અને પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત સહિતના કાર્યક્રમો યોજાયા

Rajkot, Dhoraji: રાજકોટ જિલ્લાના ધોરજી તાલુકાના ખેડૂતોને રવિ (શિયાળુ) સિઝનમાં રવિ પાકો વિશે તાંત્રિક માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓની સમજ અને માહિતી મળી રહે તે હેતુથી તા. ૦૬ અને ૦૭ ડિસેમ્બર ૨૦૨૪ નાં રોજ શ્રી ભગવતસિંહજી હાઈસ્કુલ ગ્રાઉન્ડ ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન થયેલ હતું.

મુખ્યમંત્રીશ્રી દ્વારા ગત તા. ૦૬ ડિસેમ્બર ૨૦૨૪ દાંતીવાડા ખાતેથી રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪ નો ઓનલાઇન માધ્યમથી રાજ્યના ૨૪૭ તાલુકામાં શુભારંભ કરવામાં આવેલ હતો. જેમાં ધોરાજી ખાતે આયોજિત રવિ કૃષિ મહોત્સવમાં મીલેટ, ટકાઉ ખેતી, પ્રાકૃતિક કૃષિ, મિશ્ર ખેતી, કૃષિ પ્રદર્શન અને પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત યોજાઈ હતી.

કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકશ્રી ડો. એલ. સી. વેકરીયા અને ડો. સી. એમ. ભાલીયા દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. પ્રગતિશીલ ખેડૂતો અને પશુપાલકો દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન કૃષિ, બાગાયત, મહેસૂલ, આત્મા, પશુપાલન, સેલ્ફ હેલ્પ ગ્રુપ, પ્રાકૃતિક કૃષિ પેદાશ, વેચાણ અને પ્રદર્શન, ડ્રોન ટેકનોલોજી, GGRC, કિશાન ક્રેડિટ કાર્ડ, ફાર્મ મિકેનાઝેશનનાં વિવિધ સ્ટોલનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, ખેતી, પશુપાલન અને બાગાયત વિભાગના યોજનાકીય લાભાર્થીને સહાયના ચૂકવાણા હુકમ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ હતા. બંને દિવસો દરમ્યાન ધોરાજી તાલુકામાં સ્ટેજ લાભાર્થી ને ૨૪,૭૬,૩૩૧/- રકમની સહાય આપવામાં આવી હતી.

આ કાર્યક્રમના તાલુકા પંચાયત પ્રમુખશ્રી રવિભાઈ વડાલિયા, જિલ્લા પંચાયત સદસ્યશ્રી વિરલભાઈ પનારા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેનશ્રી ભાનુબેન બાબરીયા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેનશ્રી ભરતભાઈ મેર, સામાજીક ન્યાય સમિતિ ચેરમેન શ્રી રાણાભાઈ રાણાવા, માર્કેટ યાર્ડ ચેરમેન શ્રી હરકીશનભાઈ માવાણી, માર્કેટ યાર્ડ વાઈસ ચેરમેનશ્રી કિરીટભાઈ સાપરીયા, તાલુકા અને શહેર ભાજપ સંગઠનના પ્રમુખશ્રી મયૂરભાઈ શિંગાળા તેમજ રાજુભાઇ બાલધા, વિનુભાઈ ત્રિવેદી, હરદીપસિંહ રાયજાદા, કિશાન મોરચાના પ્રમુખશ્રી રમણીક બાલધા, સરપંચશ્રીઓ તેમજ અન્ય પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ માં પ્રાંત અધિકારીશ્રી તરખલા, મામલતદારાશ્રી ગોંડલિયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી ઠુંમર, તાલુકા નોડલશ્રી પટોલીયા, વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી) ઘોરી તેમજ બહોળી સંખ્યામાં ખેડૂતભાઈઓ અને બહેનોએ ભાગ લીધેલ હતો.

આ કાર્યક્રમને સફળ બનાવા તાલુકા વહીવટી તંત્ર – ધોરાજી દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.

Back to top button
error: Content is protected !!