રવિ માર્કેટીંગ સીઝન 2025-26 માટે રાજ્ય સરકાર તરફથી ઘઉં પર રૂ.150 પ્રતિ ક્વિન્ટલ બોનસની જાહેરાત

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
રાજ્ય સરકાર દ્વારા ખેડૂત હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેતાં રવિ માર્કેટીંગ સીઝન 2025-26 માટે ટેકાના ભાવ પર વધારાના રૂ.150 પ્રતિ ક્વિન્ટલ બોનસની જાહેરાત કરવામાં આવી છે. ભારત સરકારે ઘઉં માટે રૂ.2425 પ્રતિ ક્વિન્ટલ લઘુતમ ટેકો ભાવ નક્કી કર્યો છે, જ્યારે રાજ્ય સરકારે આ ટેકાના ભાવ પર વધારાની સહાયરૂપ બોનસ રકમ ચુકવવાનો નિર્ણય કર્યો છે.
આ યોજના અંતર્ગત રાજ્યના ખેડૂતોને તેમના ઘઉંના ઉત્પાદન માટે વધુ પોષણક્ષમ ભાવ પ્રાપ્ત થાય એ હેતુથી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ. મારફતે લઘુતમ ટેકો ભાવના આધારે ખરીદી હાથ ધરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર ઘઉંની ખરીદી માટે 31 મે 2025 સુધીની સમયમર્યાદા નક્કી કરી છે.
ખેડૂતોને અનુરોધ કરાયો છે કે તેઓ નિકટતમ જિલ્લા મેનેજર અથવા જિલ્લા પુરવઠા અધિકારીનો સંપર્ક કરી પોતાની નોંધણી કરાવે અને સરકારની આ સહાયનો લાભ લે.
આ નિર્ણયથી રાજ્યના હજારો ખેડૂતોને સીધો આર્થિક લાભ મળવાની સાથે તેમને ઉત્પાદિત ઘઉં માટે યોગ્ય ભાવ પ્રાપ્ત થશે, અને કૃષિ ક્ષેત્રમાં વિધિવત વેપાર પ્રવાહ જળવાઈ રહેશે.



