
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ ના કુણોલ ગામે કાચા મકાનની દિવાલ ધરાશય, મોટી જાનહાની ટળી
અરવલ્લીમાં વરસાદી માહોલ વચ્ચે કાચા મકાનની દિવાલ ધરાશય અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદી વાતાવરણ વચ્ચે મેઘરજ તાલુકાના કુણોલ ગામના વચલા મુવાડા ખાતે કાચા મકાનની દિવાલ ધરાશય થઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
વરસાદી માહોલને કારણે મકાનમાં ભેજ વધતા દિવાલ નબળી પડી ગઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સ્થાનિક ગ્રામજનોમાં આ ઘટના બાદ વરસાદી માહોલ વચ્ચે સુરક્ષા અંગે ચિંતા જોવા મળી રહી છે.સદભાગ્યે જાનહાનિ ન થતા ગ્રામજનોને રાહતનો શ્વાસ આવ્યો છે.




