
તા.૦૮.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:
ગુજરાત બાર એસોસિએશનના માર્ગદર્શન હેઠળ ઝાલોદ બાર એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ હતી. આ ચૂંટણીમાં તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ખાસ કરીને આર. જી. રાવત ફરી એકવાર પ્રમુખ તરીકે ચૂંટાતા વકીલ મંડળમાં ઉત્સાહનું માહોલ સર્જાયો છે.અપાયેલ માહિતી મુજબ વિવિધ હોદ્દાઓ માટે ફોર્મ ભરાયા હતા, પરંતુ અન્ય કોઈ ઉમેદવાર દ્વારા નામંકન ન થતાં, સંગઠનની એકતા અને સર્વસંમતિનું ઉત્તમ દૃશ્ય જોવા મળ્યું હતું. પરિણામે સંપૂર્ણ પેનલ વિજયી જાહેર થઈ હતી.
નવનિયુક્ત હોદ્દેદારોની યાદી :પ્રમુખ : આર. જી. રાવત ઉપ-પ્રમુખ : બી. કે. ભૂરિયા સેક્રેટરી (મંત્રી) : ડી. કે. નીનામા વાઇસ સેક્રેટરી (સહમંત્રી) : એ. એમ. વસૈયા મહિલા પ્રતિનિધિ : જે. વી. નિસરતા વેલ્ફેર સેક્રેટરી : એચ. એચ. સોલંકી લાઈબ્રેરીયન : એન. આર. ડામોર સહ-લાઈબ્રેરીયન : જી. સી. મછાર સમગ્ર પેનલની બિનહરીફ વરણી થતા ઝાલોદ વકીલ મંડળના સભ્યોમાં હર્ષ છવાઈ ગયો હતો. નવી ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કરતાં વકીલસભ્યોએ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી.નવનિયુક્ત પ્રમુખ આર. જી. રાવતે જણાવ્યું કે, નવી ટીમ સાથે મળીને વકીલોની સુવિધાઓમાં વધારો, કાનૂની સેવાની ગુણવત્તામાં સુધારો અને બાર એસોસિએશનને વધુ મજબૂત બનાવવાના દિશામાં કાર્ય કરવામાં આવશે.




