GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનો માટે BZ સિરીઝના ગોલ્ડન, સિલ્વર નંબરો માટે રી-ઓકશન યોજાશે

તા.૨૪/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ટ્રાન્સપોર્ટ પ્રકારના HGV વાહનો માટે GJ 03 BZ સિરીઝના ગોલ્ડન-સિલ્વર નંબરો માટે તા.૦૧/૦૫/૨૦૨૪થી ઓક્શન શરૂ કરવામાં આવશે, જેમાં ભાગ લેવા ઇચ્છતા વાહન માલિકોએ parivahan.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ટ્રાન્સપોર્ટ પ્રકારના એચ.જી.વી. વાહનો માટે જી.જે. ૦૩ બી.ઝેડ. સીરીઝના ગોલ્ડન, સિલ્વર નંબરો મેળવવા માટે તા.૦૧/૦૫/૨૦૨૪ થી તા.૦૪/૦૫/૨૦૨૪ સુધી ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે. તા.૦૪/૦૫/૨૦૨૪ થી તા.૦૬/૦૫/૨૦૨૪ના સાંજે ૪ વાગ્યા સુધી ઓનલાઇન બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા.૧૭.૦૫.૨૦૨૪ના રોજ કચેરીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે.

ઓનલાઇન ઑક્શનમાં ભાગ લેનાર અરજદારે parivahan.gov.in પર ઓનલાઇન સર્વિસ, fancy number booking પર જઈ, યુઝર આઇડી, પાસવર્ડ તૈયાર કરવાના રહેશે. હરાજીની પ્રક્રિયામાં ભાગ લઇ ચુકવણું કરવાનું રહશે અને વાહન નંબર મેળવી હરાજીની પ્રક્રિયા પુર્ણ થયાના પ (પાંચ) દિવસમાં નાણાં જમા કરાવવાના રહેશે. આર. ટી . ઓ. કચેરી ખાતેથી અપ્રુવલ લઈ નંબર મેળવવો. ઓકશનમાં ભાગ લેવા માટે વાહન વેચાણ તારીખથી સાત દિવસ સુધીમાં CNA ફોર્મ ઓનલાઇન ભરેલ હોવું જરૂરી છે તેમજ વાહનનું રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જરૂરી છે, તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!