BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ જિલ્લામા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ તથા વિકાસ કેન્દ્ર તેમજ નિયોજન કેમિકલ કંપનીના સહયોગથી ઘન કચરાના વ્યવસ્થાપનની તાલીમ મેળવી

સમીર પટેલ, ભરૂચ

ઘન કચરાના વ્યવસ્થાપન યુનિટ માટે અતુલ ફાઉન્ડેશન, વલસાડ ખાતે સમિતિના સભ્યોએ એક્સપોઝર વિઝીટ કરી

ભરૂચ – શનિવાર- ભરૂચ જિલ્લામા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ તથા વિકાસ કેન્દ્ર તેમજ નિયોજન કેમિકલ કંપનીના સહયોગથી બે દીવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પાંચ ગામોની એસ.બી.એમ.યોજના હેઠળ સ્વચ્છતા સમિતિના સભ્યો જેમાં ગામના સરપંચશ્રી, સખી મંડળની બહેનો તથા ગ્રામ પંચાયતના સભ્યોને ઘન કચરાના વ્યવસ્થાપન યુનિટ -અતુલ ફાઉન્ડેશન, વલસાડ ખાતે એક્સપોઝર વિઝીટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જેમાં વાગરા તાલુકના ગામોમાં ઘન કચરાના વ્યવસ્થાપન યોગ્ય રીતે અમલીકરણ થાય તે માટે પ્રત્યક્ષરૂપે ઘન કચરાનો યોગ્ય રીતે વ્યવસ્થાપન તથા તેના નિકાલ થાય અને ઘરેલું સ્થળ જ કચરો સૂકો અને ભીનો કચરાનું વર્ગીકરણ થાય તથા જુદા – જુદા પ્રકારના કચરા વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. વાગરા તાલુકાના ગામોમાં ઉપરોક્ત રીતે અમલીકરણ થાય તે માટે એક્સપોઝર વિઝીટમાં ૫૪ તાલીમાર્થીઓ જોડ્યા હતા. જેમાં કચરા યોગ્ય રીતે કમ્પોસ્ટિંગ થાય વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!