BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

સીતપોણ ગામે ઓએનજીસીની લાઇન પાસે આરોપીઓને લઇ જઇ રીકન્સ્ટ્રકશન કરાવાયું

સમીર પટેલ, ભરૂચ

ઓએનજીસીની પાઇપ લાઇનમાં પંક્ચર પાડી ઓઇલ ચોરીના કારસામાં ઝડપાયેલાં આછોદ ગામના બે આરોપીઓના એક દિવસના રીમાન્ડ મળ્યાં છે. ત્યારે પોલીસે આરોપીઓને સાથે રાખી ઓઇલ ચોરીના કારસાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ઉપરાંત ઓઇલ ચોરીના કારસાના મુખ્ય સુત્રધારોને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી. ભરૂચ તાલુકાના સિતપોણ ગામની સીમમાંથી સીટીએફ અંક્લેશ્વરથી કોયલી રિફાયનરી સુધી જતી ઓએનજીસીની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં પંક્ચર કરી ચાલતું ઓઇલ ચોરીનું કૌભાંડ એસઓજીની ટીમે ઝડપી પાડ્યું હતું. જેમાં ટીમે આમોદ તાલુકાના આછોદ ગામે રહેતાં સંજય રતિલાલ વસાવા અને રમેશ અમરસંગ વસાવાને ઝડપી પાડ્યાં હતાં. તેમની પુછપરછમાં આછોદ ગામના ઇકબાલ નિઝામ પઠાણ, ઇમ્તિયાઝ ઉર્ફે દેડકો એહમદ પટેલ તેમજ સઇદ ઉર્ફે બટકો અદા મુખ્ય સુત્રધાર હોવાનું માલુમ પડ્યું હતું. ઝડપાયેલાં બન્ને આરોપીને કોર્ટમાં રજૂ કરતાં તેમના એક દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર રાખ્યાં હતાં. દરમિયાનમાં એસઓજીની ટીમે તેમને બન્નેને સાથે રાખી ઓઇલ ચોરીના કારસાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. બીજી તરફ ઇકબાલ નિઝામ પઠાણ, ઇમ્તિયાઝ ઉર્ફે દેડકો એહમદ પટેલ તેમજ સઇદ ઉર્ફે બટકો અદા ના સગડ મેળવવા અગલ અલગ ટીમો બનાવી છે.

Back to top button
error: Content is protected !!