BANASKANTHAGUJARATPALANPUR

જોરાપુરા (ભા) અને ચેબલાબોડા પ્રાથમિક શાળા ખાતે પી.એમ.પોષણ યોજના અંતર્ગત કેન્દ્ર સંચાલકની ભરતી

2 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

અરજદારો આગામી ૧૯ જુલાઈ ૨૦૨૫ સુધી મામલતદાર કચેરી પાલનપુર (ગ્રામ્ય) ખાતે જરૂરી દસ્તાવેજ સાથે અરજી કરી શકશે પી.એમ.પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળામાં કેન્દ્ર સંચાલકની જગ્યા તદ્દન હંગામી ધોરણે અને ઉચ્ચક માનદ વેતનના ધોરણે ભરવાની થાય છે. આ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. જેમાં જોરાપુરા (ભા) પ્રા.શાળા અને ચેબલાબોડા પ્રા.શાળા ખાતે જગ્યાઓ ભરવાની થાય છે. અરજદારોએ મામલતદાર કચેરી પાલનપુર (ગ્રામ્ય) ખાતેથી અરજી ફોર્મ મેળવીને આગામી તા.૧૯/૦૭/૨૦૨૫ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા અરજી મોકલવાની રહેશે. ત્યારબાદ મળેલી અરજીઓ માન્ય રહેશે નહીં.આ માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૦ (એસ.એસ.સી.) પાસ (જો એસ.એસ.સી. પાસ ઉમેદવાર ઉપલબ્ધ ન હોય તો ધોરણ-૭ પાસને અવકાશ અપાશે) તથા ઉંમર મર્યાદા ૨૦ થી ૬૦ વર્ષની રહેશે. સ્થાનિક, વિધવા અને ત્યકતા મહિલાઓને અગ્રતા આપવામાં આવશે.અરજદારોએ અરજી સાથે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની ખરી નકલ, ઉંમરનો પુરાવો (એલ.સી.), ઓળખપત્ર (આધારકાર્ડ/મતદાર કાર્ડ/રેશનકાર્ડ), જાતિ પ્રમાણપત્ર, તબીબી નિરોગી હોવાનું પ્રમાણપત્ર, પોલીસ સ્ટેશનનું પ્રમાણપત્ર (ફોજદારી ગુનો ન હોવાનો પુરાવો), આવકનો દાખલો, ત્યકતા/વિધવા હોવાનો દાખલો (જો લાગુ પડે તો) મુજબના ડોક્યુમેન્ટ જરૂરી આધાર પુરાવા સાથે જોડવાના રહેશે. આ અંગેની વધુ વિગતો અને શરતો માટે અરજદારો મામલતદાર કચેરી પાલનપુર (ગ્રામ્ય)નો સંપર્ક કરી શકે છે.

Back to top button
error: Content is protected !!