
અરવલ્લી
અહેવાલ- હિતેન્દ્ર પટેલ
મેઘરજમાં ગંજીપાનાના જુગાર પર એલસીબીની રેડ, ૫ આરોપી ઝડપાયા – રૂ. ૧૧,૬૬૦ રોકડ જપ્ત
મેઘરજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB), અરવલ્લી દ્વારા જાહેરમાં ગંજીપાનાના હારજીતના જુગાર સામે અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે. ભાયલા શોપિંગ સેન્ટર પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રેડ કરી પાંચ આરોપીઓને રંગેહાથ પકડી પાડવામાં આવ્યા છે
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) તથા અરવલ્લી–મોડાસા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહીબીશન, જુગાર અને નશીલા પદાર્થોની હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. તે અનુસંધાને LCB પો.ઇન્સ એમ.એચ. ઝાલા ની આગેવાની હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી.પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમી મુજબ ભાયલા શોપિંગ સેન્ટર પાછળ કેટલાક ઈસમો ગંજીપાનાના જુગાર રમતા હોવાની જાણ થતાં તાત્કાલિક રેડ કરવામાં આવી. રેડ દરમ્યાન જુગાર રમતા કુલ પાંચ ઈસમોને દાવ ઉપરથી પકડી લેવામાં આવ્યા હતા, જ્યારે ચાર ઈસમો અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા.રેડ દરમિયાન જુગારના સાધનો તરીકે પત્તા (ગંજીપાના) નંગ-૫૨ તથા દાવ ઉપરથી રૂ. ૨,૨૬૦/- અને આરોપીઓની અંગ ઝડતી દરમ્યાન રૂ. ૯,૪૦૦/- મળી કુલ રૂ. ૧૧,૬૬૦/- રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. સમગ્ર મુદ્દામાલ કબ્જે લઈ મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પકડાયેલ આરોપીઓ :
મકબુલભાઈ ઇશાકભાઈ ભાયલા – પંડયા વાસ સોસાયટી, મેઘરજ
કાદરભાઈ કાલુભાઈ શેખ – કસ્બા વિસ્તાર, મેઘરજ
મુસ્તુફાભાઈ ગુલામહુસેન ભાયલા – નવી મસ્જીદ પાછળ, મેઘરજ
સદામભાઈ ઇશાકભાઈ મોરીવાલ – ગાંચીવાડા, મેઘરજ
રહિમભાઈ અહેમદભાઈ બાકરોલીયા – ગાંચીવાડા, મેઘરજ
વોન્ટેડ આરોપીઓ :
મુસ્તુફાભાઈ ઉર્ફે બીલ્લી યુનુશભાઈ મેઘરજીયા
ઇમ્તીયાજ ઉર્ફે ઓઇ ઇસ્માઇલભાઈ ડાયા
સરફરાજ ભીખાભાઈ મોટરવાળા
મકસુદભાઈ અહેમદભાઈ ડાયા
(તમામ રહે. ગાંચીવાડા, મેઘરજ)
પોલીસ દ્વારા ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેમ પોલીસે જણાવ્યું છે.





