વિશ્વ રેડ ક્રોસ દિવસ નિમિત્તે રેડ ક્રોસ રથનું પાલનપુર તાલુકા બ્રાન્ચ દ્વારા ભવ્ય સ્વાગત

5 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
વિશ્વ રેડ ક્રોસ દિવસ નિમિત્તે રેડ ક્રોસ રથનું પાલનપુર તાલુકા બ્રાન્ચ દ્વારા ભવ્ય સ્વાગત આજરોજ ઇન્ડિયન સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા અમદાવાદ દ્વારા રેડ ક્રોસ નું આગમન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, પાલનપુર તાલુકા બ્રાન્ચ ખાતે થયું હતું. આ રથ સાથે સ્ટેટ બ્રાન્ચ માંથી શ્રી સંજયભાઈ અને સુરેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમનું સ્વાગત કુમકુમ તિલક કરી ખેસ અને પુસ્તક તથા ચ કલી ઘર અર્પણ કરીને તાલુકા બ્રાન્ચ ના સેક્રેટરી શ્રી મહાદેવભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.. અડધો કલાકના વિરામ બાદ આ રથનું પ્રસ્થાન રેડ ક્રોસ ધ્વજ દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પાલનપુર તાલુકા બ્રાન્ચના ચેરમેન શ્રી ડૉ.રાકેશ કે.પ્રજાપતિ દ્વારા કરાવવામાં આવ્યું હતું.આ પ્રસંગે રેડ ક્રોસ રથનું ભવ્ય સ્વાગત કરવા માટે રેડ ક્રોસ પાલનપુર તાલુકા બ્રાન્ચ ના ચેરમેન શ્રી , સેક્રેટરી શ્રી તથા સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.






