GONDALGUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Gondal: સરકારી એમ.બી.આઇ.ટી.આઇ. ગોંડલમાં ખાનગી ઉમેદવારોના પ્રવેશ બાબત

તા.૮/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Gondal: આઇ.ટી.આઈ. ગોંડલ ખાતે ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા ઇચ્છુક ઉમેદવારોએ તા.૧૧/૦૪/૨૦૨૫ ના રોજ બપોરે ૦૧:૦૦ કલાક સુધીમાં શૈક્ષણિક અને અનુભવના તમામ પ્રમાણપત્રો સાથે ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગોંડલ ખાતે રૂબરૂ અરજી કરવા જણાવવામાં આવે છે. વધુ જાણકારી માટે આચાર્યશ્રી, શ્રી એમ.બી.આઇ.ટી.આઇ., નેશનલ હાઇવે ૨૭, ૬૬ કે.વી.સબસ્ટેશન બાજુમાં, ગોંડલ ફોન નં : ૦૨૮૨૫ – ૨૪૦૩૨૨ પર સંપર્ક કરવા આચાર્ય શ્રી આઇ.ટી.આઇ.ની યાદી દ્વારા જણાવાયું છે.



