GUJARATIDARSABARKANTHA

સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત હાઈટના આધારે અં-૧૫ વયજૂથના ખેલાડી માટે પસંદગી પ્રક્રિયા બાબત

સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત હાઈટના આધારે અં-૧૫ વયજૂથના ખેલાડી માટે પસંદગી પ્રક્રિયા બાબત

****

સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત,ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત હાઈટના આધારે અં-૧૫ વયજૂથના ખેલાડી એટલે કે તા.૦૧/૦૧/૨૦૦૯ પછી જન્મેલા ભાઈઓ/બહેનો માટે પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં જણાવેલ વય અને ઉંચાઈની મર્યાદામાં રસ ધરાવનાર ભાઈઓ/બહેનોએ તા.૧૦/૦૯/૨૦૨૪ અને ૧૧/૦૯/૨૦૨૪ના રોજ સવારે ૮:૦૦ કલાકે પોતાના આધારકાર્ડ અને જન્મ તારીખના દાખલાની ઝેરોક્ષ સાથે (મૂળ ગુજરાતના નિવાસી ખેલાડી માટે) સાબર સ્ટેડીયમ હિંમતનગર ખાતે સ્વ ખર્ચે હાજર થવાનું રહેશે.આ માટે ૧૨ વર્ષમાં ભાઇઓ માટે ૧૬૬+ અને બહેનો માટે ૧૬૧+, ૧૩ વર્ષમાં ભાઇઓ માટે ૧૭૧+ અને બહેનો માટે ૧૬૪+, ૧૪ વર્ષમાં ભાઇઓ માટે ૧૭૭+ અને બહેનો માટે ૧૬૯+ તથા ૧૫ વર્ષમાં ભાઇઓ માટે ૧૮૨+ અને બહેનો માટે ૧૭૧+ ઉંચાઇ રહેશે. આ કસોટીની વધુ વિગત માટે જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. એમ જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેંદ્ર હિંમતનગરની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!