DAHODGUJARAT

લોકસભા ચૂંટણી-૨૦૨૪ ને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

તા.૧૬.૦૩.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:લોકસભા ચૂંટણી-૨૦૨૪ ને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

સમગ્ર જિલ્લામાં આદર્શ આચાર સંહિતાની ચુસ્તપણે અમલવારી કરવામાં આવશે લોકશાહીના મહાપર્વમાં સૌને જોડાવાનો અનુરોધ કરતા દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે

દાહોદ:- ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભાની ચૂંટણી અંગેની જાહેરાત તા.૧૬-૦૩-૨૦૨૪ ના રોજ કરવામાં આવી છે. જે અન્વયે દાહોદના જિલ્લા ચુંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે ના અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા અપાયેલી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં ૭,૯૯,૭૬૦ પુરુષ મતદારો, ૮,૨૨,૫૧૧ મહિલા મતદારો તેમજ અન્ય ૨૯ મતદાર મળીને કુલ ૧૬,૨૨,૩૦૦ નોંધાયેલા મતદારો છે. કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા અપીલ કરવામાં આવી છે કે આ વખતે વધુમાં વધુ મતદારો મતદાન કરી પોતાની પવિત્ર ફરજ બજાવે. તેમજ આદર્શ આચારસંહિતાની ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારીએ ઉમેર્યું હતું. કલેક્ટરએ ઉમેર્યું હતું કે, લોકસભા સામાન્ય ચૂંટણી-2024ને અનુલક્ષીને મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય રીતે સહભાગી થાય, ચૂંટણી પ્રક્રિયા અંગે જરૂરી જાણકારી મેળવે અને મહત્તમ સંખ્યામાં મતદાન કરવા પ્રેરાય તે હેતુથી મતદાર જાગૃતિ અંગે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાંત આ વર્ષે સ્વીપ એક્ટિવીટી અન્વયે દાહોદમાં અનેક વિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. કલેક્ટરએ જણાવ્યું હતું કે, ચૂંટણી બાબતે જરૂરી માહિતી મેળવવા કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે તથા રાજકીય પક્ષોની જાહેરાતના પૂર્વ-પ્રમાણીકરણ માટે તથા પેઇડ ન્યુઝ પર નિયંત્રણ માટે એમસીએમસી કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. એ સાથે દાહોદ જિલ્લાના તમામ નાગરિકોને અચૂક મતદાન કરવા અપીલ કરી હતી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હેતલ એ પણ આ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા લોકસભા ચુંટણી-૨૦૨૪ ને અનુલક્ષીને મતદાન મથકો સહિતની વિસ્તૃત માહિતી પુરી પાડી હતી. આ પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, નાયબ માહિતી નિયામક એસ.જે.બળેવીયા,સહિત મીડિયાના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!