GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મહાનગરપાલિકા દ્વારા પશુ પાલકો માટે ખાસ સૂચના,પાલતુ પશુઓનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું રહશે..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકા દ્વારા નગરમથકમાં વસવાટ કરતા તમામ પાલતુ પશુના માલિકોને સૂચના આપવામાં આવે છે કે આગામી 1 જૂન 2025 થી પાલતુ પશુઓનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. શહેરની સફાઈ, આરોગ્ય અને જાહેર વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તથા પાલતુ પશુઓની ઓળખ અને સંભાળ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા ઓનલાઈન તેમજ ઓફલાઈન બંને માધ્યમથી કરી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. નાગરિકો પોતાનું રજીસ્ટ્રેશન સોશિયલ મીડિયામાં પ્રકાશિત બારકોડ Scaner અથવા નવસારી મહાનગરપાલિકા જનસંપર્ક વિભાગ દ્વારા ઓફલાઈન પણ સરળતાથી કરાવી શકે છે. જે તદ્દન મફત પ્રક્રિયા રાખવામાં આવેલ છે. મહત્વપૂર્ણ નોંધ: જે નાગરિકો સમયમર્યાદા દરમિયાન પોતાના પાલતુ પશુનું રજીસ્ટ્રેશન કરાવશે નહીં, તેમના વિરુદ્ધ નવસારી મહાનગરપાલિકા દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

આ રજીસ્ટ્રેશન પદ્ધતિમાં શ્વાન, બિલાડી, ગાય, ભેંસ, બકરી, ઘોડો સહિત અન્ય પાલતુ પ્રાણીઓનો સમાવેશ થાય છે. પાલતુ પશુના માલિકોને વિનંતી છે કે તેઓ સમયસર રજીસ્ટ્રેશન કરાવી વધુ માહિતી માટે નગરપાલિકા જનસંપર્ક વિભાગનો સંપર્ક કરે.- ઢોર અંકુશ વિભાગ નવસારી મહાનગરપાલિકા

Back to top button
error: Content is protected !!