Rajkot: ચૂંટણીલક્ષી પ્રચાર અંગે વપરાતા વાહનની નોંધણી કરાવવી ફરજિયાત

તા.૮/૪/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા રાજયની ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૧૪ જીલ્લા પંચાયતો તથા ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ ૧૧ નગરપાલિકાઓ પ્રસંગોપાત ખાલી પડેલ ૧૩ બેઠકોની પેટા ચૂંટણીઓ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરેલ છે. જે અંતર્ગત પોલીસ કમિશ્નર, રાજકોટ શહેરશ્રી બજેશ કુમાર ઝા દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં પ્રચારમાં વાહનોનો ઉપયોગ કરવા માટે ફરમાન જારી કરવામાં આવ્યું છે.
જે મુજબ કોઈપણ રાજકીય પક્ષના ઉમેદવાર કે કાર્યકરો પોતાના પક્ષના ચૂંટણી પ્રચાર માટે વાહનનો ઉપયોગ જે તે મતવિસ્તારના ચૂંટણી અધિકારી પાસે વાહનની નોંધણી કર્યા સિવાય અને પરવાનગી લીધા સિવાય વાહનનો ઉપયોગ કરી ચૂંટણી પ્રચાર કરી શકશે નહી.
કોઇપણ રાજકીય પક્ષો કે ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ કે કાર્યકર દ્રારા ચૂંટણીપ્રચાર માટે પરવાનગી મેળવી માત્ર બે ચકીય/ત્રણ ચકીય /ચાર ચક્રીય વાહનોનો ઉપયોગ કરી શકશે. તથા કાફલાનાં કિસ્સામાં નિયત સંખ્યામાં વાહનો રાખવાના રહેશે તથા બે કાફલા વચ્ચે નિયત અંતર રાખવાનું રહેશે.
ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાયેલ વાહન ઉપર વીન્ડ સ્કીન ઉપર પરમીટ લગાડયા સિવાય ચૂંટણી પ્રચાર કરી શકશે નહી. વગર પરવાનગીએ વાહનમાં લાઉડ સ્પીકરથી ચૂંટણી પ્રચાર કરી શકશે નહી.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર સામે કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર હકુમત હેઠળના સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ એપ્રિલ-૨૦૨૬ હેઠળના વિસ્તારમાં આ હુકમ તા.૨૮/૦૪/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.



