ડાંગ જિલ્લાના વધઈ-સાપુતારા રાજ્યધોરી માર્ગ ઉપર પ્રથમ પાઈલોટ પ્રોજેક્ટ પ્રજાજનો માટે બની રહ્યો છે આશીર્વાદ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*રૂ.૧૦૧૫.૦૧ લાખની માતબર રકમથી શરૂ કરાયેલા આ પ્રોજેક્ટના કારણે ગંભીર અકસ્માતો અને તેમાં મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે*

આ રસ્તા ઉપર અકસ્માત નિવારવા માટે રાજ્ય સરકાર દ્વારા માર્ગના કુલ ૧૧ જેટલા ભયજનક વળાંકોમા પાઈલોટ પ્રોજેક્ટ તરીકે ‘રોલર ક્રેશ બેરીયર’નો ઉપયોગ કરવામા આવ્યો છે. આ કામગીરી અગ્રતાના ધોરણે પુર્ણ કરાઈ છે.
ડાંગ જિલ્લામા ગત દિવસો કરતા હાલ અકસ્માતોના કેસોમાં ૫૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. માર્ગ અને મકાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્ય સરકાર દ્વારા અકસ્માત નિવારણના ભાગરૂપે ગુજરાતના ડાંગ જિલ્લામાં સંભવતઃ આ પ્રથમ પાટલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. જેમા જે તે વખતે ૧૧ જેટલા ભયજનક વળાંકની જગ્યાએ રોલર ક્રેશ બેરીયર્સ લગાવવામાં આવ્યા છે. આ રોલર લગાડવાના કારણે ગત દિવસોમાં એક ખાનગી બસનો આબાદ બચાવ પણ થવા પામ્યો હતો.
દેવીપાડા-બારખાંધ્યા ફાટક પાસેની અંબિકા નદી નજીકના વળાંકમાં ગત દિવસોમા રાત્રી દરમિયાન એક બસનો ગંભીર અકસ્માત થયો હતો. પરંતુ અહીં રોલર સિસ્ટમના કારણે બસના ૨૮ મુસાફરોનો આબાદ બચાવ થવા પામ્યો હતો.
ખાનગી બસ ચાલક પ્રશાંતભાઈએ તે વેળા જણાવ્યું હતું કે, તેઓ રાત્રી દરમિયાન મુસાફરોને લઇ પરત આવતા હતા. તે વખતે દેવીપાડા ખાતેના વળાંકમા બસ કાબુમા ન આવતા ગંભીર અકસ્માત થવાની શક્યતા હતી. પરંતુ રોલર ક્રેશ બેરીયરના કારણે બસ વળાંક પાસે રોલરને અથડાઇ પરત આવી, અને બસ ખાઇમાં જતી બચી ગઇ હતી. જો રોલર ક્રેશ બેરીયર ના હોત તો બસ નદીના ખીણમા જવાની પૂરેપૂરી સંભાવના હતી. સરકાર દ્વારા વળાંક વિસ્તારમાં રોલર ક્રેશ બેરીયર લગાવતા મુસાફરોનો આબાદ બચાવ થયો હોવાનું તેમણે જણાવ્યુ હતુ.
દેવીપાડા ગામના સ્થાનિક રહીશ વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભુતકાળમાં તેઓએ દેવીપાડા-બારખાંધ્યા ફાટક પાસે ગંભીર અકસ્માતો થતા જોયા છે. પરંતુ રોલર ક્રેશ બેરીયર હોવાના કારણે અહીં અકસ્માતોની સંખ્યામા નોંધપાત્ર ઘટાડો થયો છે. જે માટે તેઓએ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
વઘઇ-સાપુતારા રોડ ઉપર અકસ્માત ઝોન વિસ્તારમા લગાડવામા આવેલ રોલર ક્રેશ બેરિયરથી ગુજરાત મોડલની કામગીરી ઉડીને આંખે વળગી રહી છે. સતત વાહન વ્યવહારથી ધમધમતા આ માર્ગ ઉપર રોલર ક્રેશ બેરીયરના કારણે ચોક્કસથી અકસ્માતો નિવારી શકાશે.
*શું છે રોલર ક્રેશ બેરીયર્સ ?*
રોલર ક્રેશ બેરીયર્સ સૌ પ્રથમ વર્ષ ૨૦૦૬ મા કોરીયામા નાંખવામાં આવ્યા હતા. ત્યાર બાદ આજદિન સુધીમા કુલ ૩૩ દેશોમા આ રોલર ક્રેશ બેરીયર્સ અકસ્માત સ્થળ પર નાંખવામાં આવ્યા છે. જેમા ભારત દેશમા સૌ પ્રથમ હિમાચલ પ્રદેશ રાજ્યમાં નેશનલ હાઈ વે પર, અને ત્યાર બાદ ગુજરાત રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા રોડ પર *સૌ પ્રથમ* આ પાયલોટ પ્રોજેક્ટ તરીકેની કામગીરી કરવામા આવી છે.
આ રોલર ક્રેશ બેરીયર્સ કોરીયાની ઈ.ટીઆઈ. કંપની દ્વારા બનાવવામાં આવે છે. જે કંપનીમાંથી દરેક કોમ્પોનેન્ટ ઈમ્પોર્ટ કરવામા આવે છે. વર્ષ ૨૦૦૬માં કોરીયા દેશમા સૌ પ્રથમ નાંખવામાં આવેલા રોલર ક્રેશ બેરીયર્સ હજીપણ અકબંધ છે. રોલર બેરીયર્સની ક્રેશ ટેસ્ટીંગ આસ્ટો (AASHTO) દ્વારા કરવામા આવી છે. રોલર બેરીયર્સ ઈમ્પેક્ટ એનર્જીને રોટેશનલ એનર્જીમાં ફેરવે છે. જેથી વાહન અથડાયને ફરીથી મુળ લેનમા આવી જાય છે. જેનાથી પ્રાણઘાતક અકસ્માત નિવારી શકાય છે.




