વિજાપુર માલ ગોડાઉન ખાતે ટેકાના ભાવે ખેત પેદાશોની ખરીદી કરાશે ગ્રામ્ય વિસ્તાર ના વીસીઇ દ્વારા રજીસ્ટ્રેશન શરૂ કરાયું
વિજાપુર માલ ગોડાઉન ખાતે ટેકાના ભાવે ખેત પેદાશોની ખરીદી કરાશે ગ્રામ્ય વિસ્તાર માં વીસીઇ દ્વારા રજીસ્ટ્રેશન શરૂ કરાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિજાપુર માલ ગોડાઉન ખાતે ખેડૂતો પાસેથી ડાંગર, મકાઈ, બાજરી, જુવાર અને રાગીની ખેત પેદાશોની ખરીદી કરવા માં આવનાર છે.જેનુ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી નુ રજીસ્ટ્રેશન તા ૧/૧૦/૨૦૨૫ થી શરૂ કરવા કરવામાં આવી છે. જેની છેલ્લી તારીખ ૩૧/૧૦/૨૦૨૫ સુધી ચાલુ રહેશે અને જેની ખરીદી તા ૧/૧૧/૨૦૨૫ ૩૧/૧/૨૦૨૬ સુધી ચાલુ રહેશે હાલમાં ગ્રામ્ય કક્ષાના ખેડૂતો ને ટેકાના ભાવ માટે ઇધરા કેન્દ્ર વી સી ઇ મારફત રજીસ્ટ્રેશન ચાલુ કરવા માં આવ્યું છે.જે ખેડૂતોને તેમના પાકનો પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી આ ખરીદી શરૂ સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ટેકાના ભાવ (પ્રતિ ક્વિન્ટલ) અને મણ મુજબ ડાંગર પ્રતિ કિવિન્ટલ નો ભાવ રૂ ૨,૩૬૯ મણ નો ભાવ રૂ ૪૭૩.૮૦ કુલ ખરીદી ભાવ ૨૩૬૯ ડાંગર ગ્રેડ અ પ્રતિ કિવિન્ટલ નો રૂ. ૨૩૮૯ મણ નો ભાવ રૂ ૪૭૭.૮૦ ખરીદી નો ભાવ ૨૩૮૯ મકાઈ પ્રતિ કિવિન્ટલ નો ભાવ રૂ ૨૪૦૦ મણ નો ભાવ રૂ ૪૮૦ કુલ ભાવ રૂ ૨૪૦૦ બાજરી પ્રતિ કિવિન્ટલ નો ભાવ રૂ. ૨,૭૭૫ મણ નો ભાવ રૂ ૫૫૫ બોનસ રૂ ૩૦૦ પ્રતિ કિવિન્ટલ કુલ ભાવ રૂ ૩૦૭૫ જુવાર હાઇબ્રીડ રૂ. ૩,૬૯૯ મણ નો ભાવ રૂ ૭૩૯.૮૦ બોનસ રૂ ૩૦૦ પ્રતિ કિવિન્ટલ કુલ ભાવ રૂ ૩૯૯૯ જુવાર માલદંડી રૂ. ૩,૭૪૯ મણ નો ભાવ ૭૩૯.૮૦ બોનસ રૂ ૩૦૦ પ્રતિ કિવિન્ટલ કુલ ભાવ રૂ ૪૦૪૯ રાગી પ્રતિ કિવન્ટલ નો ભાવ રૂ. ૪,૮૮૬ મણ નો ભાવ રૂ ૯૭૭.૨૦ બોનસ રૂ ૩૦૦ પ્રતિ કિવિન્ટલ કુલ ભાવ રૂ ૫૧૮૬ માલ ગોડાઉન મેનેજર રવિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, “સરકારના નિર્ધારિત ભાવોએ ખેડૂતો પાસેથી ખરીદી શરૂ તારીખ ૧/૧૧/૨૦૨૫ ના રોજ થી શરૂ કરવામાં આવનાર છે. ટેકાના ભાવ ના ખરીદી ના કારણે ખેડૂતોને મોટી રાહત મળશે અને તેમને બજારના ભાવની અનિશ્ચિતતામાંથી મુક્તિ મળશે.”આ ખરીદી નુ રજીસ્ટ્રેશન શરૂ થતાં તાલુકાના ખેડૂતોમાં રાહત અને ખુશીની લાગણી જોવા મળી રહી છે. ખેડૂતોને સરકારના આ નિર્ણયનો લાભ લેવા અને પોતાની ખેત પેદાશ વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ માલ ગોડાઉનનો સંપર્ક કરવા જણાવાયું છે