DAHODGUJARATLIMKHEDA

લીમખેડા ખાતે દાહોદ જિલ્લાના જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંદર્ભે રિહર્સલ યોજાયું

તા.૧૩.૦૮.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Limkheda:લીમખેડા ખાતે દાહોદ જિલ્લાના જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંદર્ભે રિહર્સલ યોજાયું

દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકાના ક્રિકેટ ગ્રાઉન્ડ મોટા હાથીધરા, ગ્રામ પંચાયતની બાજુમાં, મોટા હાથીધરા ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વનું રિહર્સલ નિવાસી અધિક કલેકટર જે.એમ.રાવલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ વેળાએ નિવાસી અધિક કલેકટર જે.એમ.રાવલ એ તિરંગો લહેરાવીને ખુલ્લી જીપમાં પોલીસ પરેડનું નિરક્ષણ કરતા જઈને અભિવાદન ઝીલ્યું હતું. આ સમયે દાહોદ જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો પર સાંસ્કૃતિક કૃતિઓ પ્રદર્શિત કરતાં સમગ્ર માહોલ દેશભક્તિમાં રંગાઈ ગયો હતો.આ નિમિતે નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલ એ સંબંધિત અધિકારીઓને સ્વાતંત્ર્ય દિવસ નિમિતે કરવાની થતી જરૂરી સૂચનાઓ આપી હતી.આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલા, પ્રાંત અધિકારી વાય.કે.વાઘેલા,જિલ્લા પુરવઠા અધિકરી ગૌતમ લોઢલીયા, જિલ્લા શિક્ષણ અધિકારી સુરેન્દ્ર દામા, માર્ગ અને મકાન સ્ટેટના અધિકારી હિમાનીબેન શાહ, નાયબ પોલીસ અધિક્ષક  રાઠોડ,લીમખેડા મામલતદાર અનીલ વસાવા સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સહિત શાળાના શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!