વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*પંચાયત માર્ગ અને મકાન વિભાગ આહવા હસ્તકની વઘઇ પેટા વિભાગીય કચેરી દ્વારા ગ્રામ્ય માર્ગોમાં રસ્તા પેચ વર્કની કામગીરી કામગીરી શરૂ કરી :*
ડાંગ જિલ્લામાં વરસેલા વરસાદના કારણે જિલ્લાના અમુક ગ્રામ્ય માર્ગ વ્યવસ્થાને અસર પહોંચી હતી. વરસાદ અને સતત પાણી ભરાવાને કારણે અનેક વિસ્તારોમાં માર્ગોમાં ખાડા પડી ગયા હતા તેમજ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા હતા. ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ આહવા દ્વારા તાત્કાલિક પગલાં ભરીને દુરસ્તીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે.
જેમાં જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ આહવા હસ્તકની વઘઇ પેટા વિભાગીય કચેરી દ્વારા વઘઈ તાલુકાનાં (૧) કાલીબેલ બરડીપાડા રોડ, (૨) કાલીબેલ પાંઢનમાળ વાંકન રોડ, (૩) ભેસકાતરી આસરિયા ફળિયા રોડ (૪) દગુનિયા સૂર્યાબરડા રોડ(૫) માનમોડી બોંડરમાળ નીંબારપાડા રોડ તેમજ વઘઈ તાલુકાના વિવિધ રોડમાં પેચ વર્કની કામગીરી કરવામાં આવી હતી.
પંચાયત માર્ગ અને મકાન વિભાગ આહવા દ્વારા જિલ્લામાં દુરસ્તીકરણની કામગીરી હેઠળ માર્ગ પર પડેલા ખાડાઓ અને તિરાડોને પૂરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટ તંત્ર દ્વારા નાગરિકોની સુવિધા અને સુરક્ષિત માર્ગ ઉપલબ્ધ કરાવવો મુખ્ય હેતુ છે. વિભાગ દ્વારા તાત્કાલિક પેચ વર્ક સાથે માર્ગ સુધારણા અને મજબુતીકરણના કાર્યો હાથ ધરવામાં આવ્યાં છે.